હબીબભાઇ ગનીબાપુ કટારીયાની આગેવાનીમાં
દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથીમોટા પીર પીરાનેપીર દસ્તગીરી સરકાર ગોષેપાકનું જુલુસ રાજકોટ ખાતે ક્ધયા છાત્રાલય સદર મોટા પીર સાહેબના છીલ્લા મુબારકેથી જુલુસ પોતાના ‚ટ મુજબ સદર ખાટકીવાસ, ભીલવાસ ચોક, હઝરત જમાલશાહ, કમાલશાહ બાપુની દરગાહ, મોટી ટાંધી ચોક, વગેરે સ્થળોએ કર્યુ હતું. ત્યારબાદ રાંદલ મુબારક ચડાવેલ મહેંદી રોશન થયેલ હતી.આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી દ્વારા આમ ન્યાઝ તકસીમ કરવામાં આવેલ હતી.
આ ઝુલુસ જનાબ હબીબભાઇ ગનીબાપુ કટારીયાની આગેવાની નીચે નીકળેલ હતું.
આશીકાને ન્યાઝે હુશેન સબીલ કમીટી ના આયોજક પ્રમુખ મહેબુબભાઇ અબાભાઇ બેલીમની આગેવાનીમાં ન્યાઝનું ખાસ આયોજન કરવામાં આવેલ હતું.
આશીકાને ન્યાઝે હુસેન સબીલ કમીટી ના આયોજકો તથા આગેવાનો તથા આગેવાનો જનાબ મહેબુબભાઇ અબાભાઇ બેલીમ, રાજાબા જાડેજા, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, સદર જુમ્મા મસ્જીદના પેશઇમામ હાજી અકરમબાપુ, હાજી કરીમભાઇ શેરુ, રસીદભાઇ મલેક, કાસમભાઇ લાખા, હાજી હુસેનભાઇ માંડરીયા, ફારુકભાઇ શેખ, સમીરભાઇ તાયાણી, રસીદખાન પઠાણ, મુનાફભાઇ હાજીભાઇ, આસીફભાઇ બેલીમ, ઇકબાલભાઇ જુનાગઢી વિગેરે ઝુલુસમાં ખાસ હાજરી આપેલ હતી.