૨૨મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

ભાજપા મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ત્રિમંદિર, અડાલજ ખાતે તારીખ ૨૧, ૨૨ ડિસેમ્બરના રોજ યોજાવા જઇ રહ્યુ છે. જેમાં ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજ્યા રાહટકરજીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુજરાત ભાજપાનું સંગઠન દેશભરમાં સૌથી આગવું સંગઠન છે. આવા ઉત્કૃષ્ટ સંગઠનની કાર્યપધ્ધતિથી મહિલા મોરચો વાકેફ થાય તે માટે આ વખતે ગુજરાતમાં મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવી રહ્યુ છે.

ભાજપાની સરકારમાં ૦૭ કેન્દ્રિય મહિલા મંત્રીઓ, ૦૨ મહિલામંત્રીઓ અતિ મહત્વની કેબીનેટ સલામતિ સમિતિના સભ્યપદે છે અને દેશભરમાં ૬ મહિલાઓ ગવર્નર તરીકે પોતાની સેવાઓ આપી રહેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રીમતી સુમિત્રા મહાજન લોકસભાના અધ્યક્ષા પદે સેવા આપી રહ્યા છે. તમિલનાડુ રાજ્યના ભાજપા અધ્યક્ષા પણ મહિલા છે. ભાજપાના શાસનમાં આજ સુધી સૌથી વધુ સાંસદો, ધારાસભ્યો, મેયરશ્રીઓ, કોર્પોરેટરો અને જીલ્લા પંચાયત-નગરપાલિકામાં અધ્યક્ષ પદે મહિલાઓ સેવા આપી રહ્યા છે. સનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત  ભાજપા દ્વારા અમલકરણ થયુ છે તેમજ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત ભાજપાએ સફળતાપૂર્વક અમલી બનાવેલ છે.

રાહટકરે કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યુ હતુ કે, તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાી રજીસ્ટ્રેશન કી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનો શુભારંભ શે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના શુભારંભ પ્રસંગે દેશના કેન્દ્રિય રક્ષા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજી સ:વિશેષ ઉપસ્તિ રહીને માર્ગદર્શન આપશે.  જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના મંત્રીમંડળના સભ્યો સહિત, ગુજરાત ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી સરોજ પાંડે સવિશેષ ઉપસ્તિ રહેશે.

તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૯.૦૦ કલાકે દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલ મહિલા પ્રતિનિધિની વિભાગસ: બેઠક યોજાશે. એક સો ૦૬ વિભાગોમાં દેશના જુદા-જુદા પદાધિકારીઓ આ બેઠક લેશે. કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીજી સત્રમાં વિશેષ ઉપસ્તિ રહીને માર્ગદર્શન આપશે. ત્યારબાદ રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે, ત્યારબાદ ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને આગામી ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.