અમદાવાદના એક શખ્સે ૨૦૧૫માં કરેલી ફરિયાદ બાદ ૫મીએ ફોરમે જાહેર કરી યાદી
રાજયના ક્ધઝયુમર કમિશન દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે, વૈભવી હોટલોમાં પણ પાણીની બોટલના એમઆરપીી વધારે ભાવ નહીં વસુલી શકાય. ફોરમ દ્વારા બોટલ પરના લેબલ કરતા વધારે ભાવ નહીં વસુલવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે ફરિયાદી રોહિત પટેલ નામના અમદાવાદના શખ્સે ૨૦૧૫માં ‚ા.૩૦ મિનરલ વોટર બોટલનો ચાર્જ ‚ા.૧૩૨ હોટલ હયાતમાં તેમજ અન્ય એક હોટલમાં ‚ા.૧૧૨ ચૂકવ્યો હોઈ તેમને આ અંગે લાગી આવતા હોટલમાં પૃચ્છા બાદ હોટલના મેનેજમેન્ટમાં પણ આ પ્રશ્ર્ન ઉઠાવતા તેમને આ અંગે જવાબમાં પાણીને રેફ્રિજરેટ કરવા માટે અને આ પાણી સર્વ કરવા માટે ચાર્જ વસુલ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે આ અંગેની ફરિયાદ ક્ધઝયુમર ફોરમમાં કરી હતી જે અંગે કમિશન દ્વારા ગત તા.૫મી મેના રોજ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, વૈભવી હોટલો પણ પાણીની બોટલ પર લગાવેલ લેબલમાં છાપેલ એમઆરપી કરતા વધારે ચાર્જ વસુલ કરી નહીં શકે.