જસદણ વિધાન સભા પેટા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. અને માતાના આર્શિવાદ લઈને મતદાન કર્યું હતું. આમ કોંગ્રેસ ના ઉમેદવાર અવસરભાઈ નકીયા એ પોતે જે છકડો ચલાવતા તેમાં જ પોતાના પરિવાર સાથે માતાજી ના મન્દિર એ દર્શન કરી ગયા હતા. અને આસલપુર પ્રાથમિક શાળામાં અવસરભાઈ એ પ્રથમ મતદાન કરું હતું અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો હતો.
નવ વાગ્યા સુધીમાં જસદણમાં સરેરાસ 7 ટકા મતદાન થયું હતું. જેમાં જસદણ સિટીના પૂર્વમાં 5 ટકા, પશ્ચિમમ 6 ટકા અને ઉતરમાં 8 ટકા મતદાન થયું હતું. જ્યારે જસદણ તાલુકામાં 9 ટકા મતદાન થયું હતું.
જ્યારે 10 વાગે નવા આંકડા આવતા જસદણમાં સરેરાસ 15.74 ટકા મતદાન થયું છે. જેમાં જસદણ સિટીના પૂર્વમાં 12 ટકા, પશ્ચિમમ 13 ટકા અને ઉતરમાં 17 ટકા મતદાન થયું . જ્યારે જસદણ તાલુકામાં 18 ટકા મતદાન થયું છે.