અલનીનોની અસર ઓછી રહેવાના કારણે આગામી ચોમાસુ ટનાટન રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં ગત વર્ષ કરતા સારો વરસાદ રહેશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવાયું છે. અગાઉ ૧૮ એપ્રીલે હવામાન વિભાગે દેશમાં ચોમાસુ ૯૬ ટકા રહેશે તેવી આગાહી કરી હતી. અલબત ત્યારબાદ હવે હવામાનની સ્િિત બદલાઈ છે અને એ ચોમાસામાં સરેરાશ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલીયાનું હવામાન ખાતુ પણ અલનીનોની અસર ઓછી વાના કારણે સારા વરસાદના એંધાણ આપે છે.
દરમિયાન કૃષિ મંત્રાલયે સારા વરસાદના કારણે દેશમાં અનાજના ભંડાર છલકાઈ જવાની ધારણા વ્યકત કરી છે. ગત વર્ષે સારા વરસાદના કારણે ઘઉં, ચોખા અને કઠોળનું રેકોર્ડબ્રેક ઉત્પાદન યું હતું. ગત વર્ષે ૨૭.૩૮ કરોડ ટન ઉત્પાદન યું હોવાનો અંદાજ છે જે અગાઉના વર્ષની સરખામણી ૮.૬૭ ટકા વધુ છે. ૨૦૧૬નું સા‚ ચોમાસુ તેમજ સરકારની પ્રોત્સાહક પોલીસીના કારણે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન યું છે. ચાલુ વર્ષે ચોમાસુ ઉત્પાદન અગાઉના પ્રમાણમાં ૦.૨૬ ટકાી વધી ૧૦ કરોડ ટન વાની અપેક્ષા સરકારને છે. ગત વર્ષના પ્રમાણમાં ઘઉં, ચોખા અને કઠોળનું ઉત્પાદન ૮.૬૭ ટકા વધુ રહેશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.
દેશમાં ઘઉંનું સૌી વધુ ઉત્પાદન (૯.૭ કરોડ ટન) વર્ષ ૨૦૧૩-૧૪માં યું હતું. ગત વર્ષે ઉત્પાદન ૯.૨ કરોડ ટન હતું. જયારે હવે ઉત્પાદન ૯.૭ કરોડ ટન જેટલું વાની અપેક્ષા છે.