આજે ગીતા જયંતી નિમિત્તે
ભારતીય સંસ્કૃતિનો આત્મા વેદ છે ઉપનિષદ્ એનું સત્ય છે શ્રીમદ્ ભાગવત ગીતાજી એનું હૃદય છે રામાયણ અને મહાભારતએની આંખો છે…
ગાંધીજીએ પોતાના જીવનમાં ગીતાજીનો કર્મયોગ દ્વારા, ભક્તિયોગદ્વારા ને જ્ઞાનયોગ દ્વારા સાક્ષાત્કાર કરેલી… તેઓ કે’તા કે મારે બે માતાછે એક મારી જનની ને બીજા ગીતાજી મારામાં કાંઈક ખૂટે તે હું જો શોધુ તો તે મને ગીતાજીમાંથીજ જડે છે. મારૂ જીવન તે ભગવદ્ ગીતાના ઉપદ્દેશને આભારી છે.
ગીતાજી એટલે સ્વયં શ્રીકૃષ્ણ પરમાત્માની વાણી…મોહને ઉખાડનારી વાણી… કર્તવ્યને સુજાડનારી વાણી…
એ માત્ર વાણી જ નથી પરંતુ પરમાત્માનું વાણમય સાક્ષાત સ્વરૂપ છે. ગીતાજી જેવો અમુલ્ય ગ્રંથ સંસાર સાગર તરવા, ભૌતિક, આધ્યાત્મિક ઉન્નતી પામવા માટે પ્રમાણરૂપ ગ્રંથ છે.
હિન્દુ ધર્મ એ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. ૯૦ કરોડથી પણ વધારે અનુયાયીઓ ધરાવતો આ સનાતન ધર્મ છે. આ ધર્મના પાયામાંજો તપાસીએ તો ગીતા જેવા સનાતન શાસ્ત્ર મંદિર સંસ્કૃતિ એ હિન્દુ ધર્મનો પ્રાણ છે.
જયારે જયારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું ધર્મનું સ્થાપન કરવા અવતાર ધારણી કરું છું.
પરિત્રાણાય સાધૂનાં વિનાશય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સજભવામિ યુગે યુગે ॥
સાધુ-સંતોની રક્ષા કરવા પાપીઓનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છુું. ભારત દેશ મહાન છે શા માટે ? તો જયાં ગંગા જેવી પવિત્ર નદી વહે છે, ગીતા જેવા પવિત્ર શાસ્ત્રના જયાં ગાન-સ્વાધ્યાય થાય છે. યુગ શક્તિ મા ગાયત્રીના મંત્રો જવાય છે. એટલે આજનો દિવસ એટલે ગીતા જયંતીનો પવિત્ર દિવસ જયાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય છે એવા સ્વા.ગુ.રાજકોટના આંગણે…
૨૫૦૦૦ થી (અઢી હજારથી વધારે બાળકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના સમૂહમાં ૫૧ પાઠ કર્યાં.. કર્મયોગ-જ્ઞાનયોગઅને ભક્તિયોગનું રહસ્ય જેમાં છે તેવો અદ્ભૂત ગ્રંથ ગીતાજીના વાંચન કે કથા પ્રવચનથી ભવિષ્યની પેઢીમાં ધર્મ-ચારિત્ર્યના શુભ સંસ્કાર વડે જીવનનું ઘડતરથાય છે.