ત્રણ સિંહો ગુડસ ટ્રેન હેઠળ કપાતાલોકોમાં રોષ
અમરેલી જીલ્લામાં પીપાવાવ- રેલવે ટ્રેકપર ગુડસ ટ્રેનમાં આવી જવાથી અગાઉ ૧૬ જેટલા સિંહોના કમોત થયા અને તાજેતરમાં જ ધારી વિસ્તારમા ર૩ જેટલા સિંહોના મોત થયા ત્યાં ફરીવાર પીપાવાવ, રેલવે ટ્રેડ ઉપર સા.કુંડલા નજીક ખોરાળા પાસે ૩ સિંહોના મોત થતા આ સમગ્ર ઘટનાઓમાં વનતંત્રની ઘોર બેદરકારીઓ સામે આવી રહેલ છે. જયારે પણ બનાવો બને છે ત્યારે વનતંત્ર સફાળુ જાગી જાય છે. અને સમય પસાર થાય એટલુ ફરી ઘોર નિંદ્રામાં જતુ રહે છે. ત્યારેઆવા અધિકારીઓને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા એવો પ્રશ્ર્ન કરવામાં આવે છે કે શું? સિંહોની રખેવાળી કરવી તેની ફરજમાં નથી. આવતું, પીપાવાવ પોર્ટ અને આજુબાજુમાં જે રીતે દરિયાઇ પાળાનો નાશ કર્યો.
રાજુલા વિસ્તારમાં વનતંત્રના મોટા અધિકારી તપાસના બહાને આવે તો છે પણ કંપનીઓના ગેસ્ટ હાઉસમાં મોજમજા કરીને જતા રહેતા હોવાનો આક્ષેપ આ વિસ્તારના પર્યાવરણપ્રેમીઓ દ્વારા કરવામાં આવેલ છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગુજરાત સરકાર અનેભારત સરકારનું વન અને પર્યાવરણ વિભાગ લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની પરવાહકર્યા વગર અને વન્ય પ્રાણીઓની રખેવાળી કરવાને બદલે આડેધડ માઇનીંગની મંજુરી આપીનેઅને લોકોના વિરોધ ને અવગણીને ફકત કંપનીઓનું જ હિતુ ઘ્યાને લેવામાં આવતું હોવાનોઆક્ષેપ ગૌ રક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા કરવામાંઆવ્યો છે.
જેથી આ સિંહોના મોતના પ્રકરણમાં પણ ઉચ્ચસ્તરીય તપાસ કમીટીની રચના કરવામાં આવે તેવી માંગણી ગૌરક્ષા અને પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. તથા આ સમગ્ર પ્રકરણમાં આર.ટી.ટી. એકટીરીસ્ટ અનેપર્યાવરણ પ્રેમી એવા આતાભાઇ વાઘ દ્વારા એવું જણાવેલ છે કે રાજુલા અને અમરેલી જીલ્લાનું દબંગ વનતંત્ર રાજુલાના સામાન્ય લોકો જયારે સસલા કે અન્ય પ્રાણીઓના મોતસમયે ખેરા ગામેથી ૧.૨૫ લાખનો દંડ લીધેલ જયારે રાજુલાના એક સર્પ પ્રેમીને રપ હજારનોદંડ કરવામાં આવેલ આ દંડ ન ભરતા તેને જેલી હવાલે કરેલ ત્યારે સવાલ એ ઉભો થાય છે કેઆ રેલવે તંત્ર અને પીપાવાવ રેલવે કંપની સામે પગલા ભરતા શા માટે અચકાય છે. અને વધુમાં શ્રી આતાભાઇ વાઘે જણાવેલ છે કે સિંહોની સુરક્ષા અને રક્ષણ કરવામાં મોટીમોટી વાતો કરતુ રાજુલા અને અમરેલીનું વનતંત્ર નિષ્ફળ ગયેલ છે.