હળવદના સુખપર ગામનો ચોંકાવનારો કિસ્સો
હળવદ તાલુકાના સુખપર ગામે ખેતીવાડી વીજકનેક્શનનું મીટર બળી જતા ખેડૂતે મીટર બદલવા અરજી કરી નાણાં ભરી દેવા છતાં વિજતંત્ર દ્વારા ચેકીંગ કરી વિજચોરીનો બે લાખ જેટલો દંડ ફટકારતા માઠા વરસમાં ખેડૂતને પડ્યાઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના સુખપરગામે ખેતીવાડી કરતા કાળુભાઇ સવજીભાઈ દલવાડી પોતાની વાડીમાં ૨૦ હોર્સ પાવરનુંકૃષિવિષયક વીજ જોડાણ ધરાવતા હતા જેમાં ઓગષ્ટ મહિનામાં વિજમીટર બળી જતા આ મામલે વિજતંત્રને તેઓએ લેખિત અરજી કરી મીટર બદલવા માટે નિયત ફી રૂપિયા ૨૨૭૫થી વધુ ભરીઆપ્યા હતા. દરમિયાન તા.૭ ના રોજ પીજીવીસીએલ વીજ કંપની દ્વારા કોઈ પણ કારણો વગર હળવદ સુખપરના ખેડૂતને ત્યાં વિજચેકીંગના બહાને ત્રાટકી કાળુભાઇનું વિજમીટર અને સર્વિસ કબ્જે કરી રૂપિયા બે લાખથી વધુનો દંડ ફટકારતા ખેડૂત પરિવાર ચિંતામાં ઘેરાયો છે.
જો કે, હાલમાં ખેડૂત કાળુભાઇદલવાડીએ આ મામલે અધાર પુરાવા સાથે વિજતંત્રની વડી કચેરીએ ધા નાખી ન્યાય આપવા માંગ કરી છે, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે વિજમીટર બળી જવા અંગે લેખિત જાણ કરવા છતાંલાપરવાહ વિજતંત્રે ખેડૂતની લેખિત અરજી કોરાણે ફેંકી દેતા ખેડૂતને માઠા વરસમાંમુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.