ગુજરાત સંગીત-નાટક અકાદમી પ્રેરિત
ઉમિયા પરિવાર એજયુ. ટ્રસ્ટસંકુલમાં કાર્યક્રમ યોજાયો: ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ, સ્ટાફ અને સમાજ જીવનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર પ્રેરિત ઉમિયા પરિવાર એજયુકેશન ટ્રસ્ટ-ધ્રોલના સૌજન્યથી એમ.જી.પટેલ ક્ધયા વિદ્યાલય સંકુલ ધ્રોલ ખાતે ૨૫૦૦થી વધુ શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ સ્ટાફ તથા સમાજજીવનના અનેક મહાનુભાવોની હાજરીમાં લોકસંસ્કૃતિના લેખક, કલામર્મજ્ઞ, સંશોધન જયમલ્લ પરમારની સ્મૃતિમાં લોકસાહિત્ય-લોક સંગીતનો કાર્યક્રમ ધરતીની મહેક યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે આવકારઆપતા સમારંભ અધ્યક્ષ પૂર્વ આઈએએસ ઓફિસર અને ગુજરાત રાજય બિન અનામત આયોગના અધ્યક્ષબી.એચ.ઘોડાસરાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર લોક સંસ્કૃતિના જતન માટે કટીબઘ્ધ છે. સંગીત નાટક અકાદમી દ્વારા આવા કાર્યક્રમો દ્વારા આપણા લોકવારસાની સાચવણીનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તેમણે ગુજરાતના લોકસંગીતને ઉતમોતમ ગણાવી યુવાધન તેમાં રસ લેતું થાય એવી ભલામણ કરી.
ગુજરાત સંગીત નાટકઅકાદમી-ગાંધીનગરની પ્રેરણા અને આર્થિક સહાય તથા ઉમિયા પરિવાર એજયુકેશનટ્રસ્ટ-ધ્રોલના સૌજન્યથી સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી એમ.જી.પટેલ ક્ધયા વિદ્યાલયસંકુલ ધ્રોલ ખાતે ૨૫૦૦થી વધુ હાઈસ્કુલ, હાયર સેક્ધડરી અને કોલેજના વિદ્યાર્થીનીઓ, ૧૦૦થી વધુ સ્ટાફ મેમ્બર્સ અને સમાજ જીવનના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકસંસ્કૃતિના મરમી, લેખક કલામર્મજ્ઞ, સંશોધક જયમલ્લ પરમારની સ્મૃતિમાં લોક સાહિત્ય લોક સંગીતનોકાર્યક્રમ ધરતીની મેહક યોજાઈ ગયો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેપૂર્વ આઈએએસ ઓફિસર અને ગુજરાત રાજય બિનઅનામત નિગમના અધ્યક્ષ બી.એચ.ઘોડાસરા, અતિથિ વિશેષપદે કડવા પાટીદાર કેળવણી મંડળ ધ્રોલના અધ્યક્ષજેરામભાઈ વાંસજાળીયા, જામનગર જિલ્લા સહકારી બેન્કના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈઅમૃતિયા, ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, મુળજીભાઈ ભીમાણી, રમેશભાઈ રાણીપા, રમેશભાઈ જાકાસણીયા, ધરમશીભાઈ બોડા, મનુભાઈ સોરઠીયા, હેમરાજભાઈ બોડા, પ્રિન્સીપાલ વિજયબેન બોડા, કુરજીભાઈ ઘેટીયા, જીતુભાઈ બોડા, કેમ્પસ ડાયરેકટર રૂગનાથભાઈ, ડીએલએસએસના ટ્રેનરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટય બાદ વાંચે ગુજરાતસુત્રને સાર્થક કરવા સંસ્થા દ્વારા કલાકારોનું પુસ્તક આપીને બહુમાન કરાયું હતું એપછી કાર્યક્રમના સુત્રધાર,સંચાલક, જાણીતા લેખક, વકતા દવેએ ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકવિદ્યા અને જયમલ પરમારનો પરિચય આપી કાર્યક્રમ દરમિયાનતેમના જીવનકવન અને ગુજરાતના લોકસાહિત્ય-લોકસંગીત વિશે શ્રોતાગણને સતત અવગત કરાવતારહ્યા. લોક ગાયક, વકતા શાંતિલાલ રાણીંગાએ ગુજરાત લોકસંગીત, લોક સાહિત્યની તાસીર, લોકજીવન અંગે દર્શન કરાવ્યું. તો જાણીતા લોકગાયક નિલેશ પંડયાએ વા વાયાને વાદળ ઉમટયાં છેલડા હો છેલડા, ચાંદો ઉગ્યો ચોકમાં, શિવાજીનું હાલરડું, વનમાં ચાંદલિયો ઉગ્યો જેવા અનેક લોકગીતો પ્રસ્તુત કર્યાહતા. તેમણે અને લોકગાયિકા મિતલબેન પટેલે સોના વાટકડી રે. મન મોર બની થનગનાટ કરે, સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, આવી રૂડી અજવાળીરાત ઉપરાંત કેટલાય લગ્નગીતો, દુહા-છંદની રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજ જીવનનાઅગ્રણીઓએ રૂ.૫૧ હજારની રાશી ક્ધયા-વિદ્યાલય સંકુલના પ્રિન્સીપાલને અર્પણ કરીભવિષ્યમાં સંકુલની વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્દાપણ કરી શકે એવીવ્યવસ્થા ગોઠવવા ભલામણ કરી હતી. ધરતીની મહેક કાર્યક્રમના અંતે જેરામભાઈવાંસજાળિયાએ આભારદર્શન કર્યું જેમાં ગુજરાત સરકાર ઉપરાંત ગુજરાત સંગીત નાટક અકાદમી, સભ્ય સચિવ જે.એમ.ભટ્ટ, ચેરમેન પંકજ ભટ્ટનો ઋણ સ્વિકારકર્યો હતો.