કલા-સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વડીલોની વંદના તેમજ દેહદાન-ચક્ષુદાન-રકતદાનની પ્રવૃતિને વેગ અપાવ્યો છે
શિશુવિહાર સંસ્થાના માનવસેવાપ્રવૃતિઓનું ૩૦ વર્ષથી પ્રમુખ સ્થાને નેતૃત્વ કરતા ભાવનગરના તબીબ ડો.નિર્મળભાઈવકીલનું લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૫૭માં મુંબઈથી ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અનુસ્નાતક પદવી મેળવી ભાવનગરમાં એકમાત્ર કવોલિફાઈડ ડેન્ટીસ્ટ તરીકે સેવાર્થી બનેલ ડો.નિર્મળભાઈએ ભાવનગર રેલવે હોસ્પિટલમાં ૨૪ વર્ષ, સિવિલ હોસ્પિટલમાં ૩૩ વર્ષ, ઈ.એસ.આઈ.સી.માં ૩૦ વર્ષ, ડેન્ટીસ્ટ તરીકે દાંતના રોગોની સારવાર આપી ગરીબો પ્રત્યે અપ્રતિમ માનવીય અભિગમ દાખવ્યો છે.
ડોકટરોએ વ્યવસાયપ પકડયું છેતેવા સમયે સેવાની જયોત સમાન ડો.નિર્મળભાઈ પોતાનાં પિતા ન્યાલચંદ વકીલની સ્મૃતિમાં છેલ્લા ૨૮ વર્ષથી સ્વસ્થ વૃદ્ધત્વ સન્માન યોજી ભાવનગરથી કલા, સાહિત્ય, શિક્ષણ અને ઉધમ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વડીલોની વંદના કરેછે. આ ઉપરાંત ભાવનગરથી દેહદાન, ચક્ષુદાનઅને રકતદાનની સેવા પ્રવૃતિને સમગ્ર દેશમાં ગૌરવ અપાવ્યું છે. ઈશ્વર ખુદાની અપ્રતિમ રચના જેવા માનવ શરીરના આરોગ્યની કાળજી રાખતા ડોકટરો ઈશ્ર્વરનું જ સ્વપગણાય છે પરંતુ આજે વ્યવસાઈક હોડમાં આરોગ્ય સેવા આમ સમાજમાં કલંકિત થઈ છે ત્યારે ડો.નિર્મળભાઈ વકીલ જેવા ભાવનગરના તબીબ ડોકટર વ્યવસાયને પુન:સુવાસિત કરે છે, અનેકોને પ્રેરણા આપે છે.