વિશ્વભરના લાખો ભાવિકો દરવર્ષે દર્શન માટે પધારશે
ભગવાન સ્વામિનારાયણની અનેકદિવ્ય લીલાઓનું ધામ એટલે તીર્થધામ સારંગપુર. સારંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાઆ વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ અક્ષરપુરુષોતમ મંદિર અને શ્રીયજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ રહ્યું છે.બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહરાજનું સ્મૃતિ મંદિર ! ભગવાન સ્વામિનારાયણના દિવ્યવૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટેપોતાનું સમગ્ર જીવન સમપિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો.
તા.૧૩/૮/૨૦૧૬માં તેઓની એ અંતર્ધાન લીલા બાદ તેઓની ઈચ્છા મુજબ જયાં ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ અનેગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડે એ સ્થળે તેઓના વિગ્રહનો અંતિમ વિધિ કરાયો હતો. એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામીની પ્રેરણાથી હવેરચાઈ રહ્યું છે -સંગેમરમરનું સ્મૃતિ મંદિર. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારોની સ્મૃતિ સાથે તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરતું આ સ્થાન અસંખ્ય લોકોમાટે શ્રદ્ધા અને ગુરુભકિતનું અનોખું કેન્દ્ર છે. પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો શિલાન્યાસ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે સારંગપુર ખાતે તાજેતરમાં હજારો ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં કર્યો હતો.
જેનીપૂર્ણા વિધિરૂપે સવારે ૮:૩૦ વાગ્યાથી સુદ્રઢવર્ય ભકિતપ્રિયદાસ સ્વામી તથા અન્યવરિષ્ઠ સંતો દ્વારા મહાપુજા વિધિ થઈ હતી. ત્યારબાદ ૧૧:૦૦ વાગ્યે પ.પૂ.મહંતસ્વામી મહારાજે પધારીને મહાપુજાનો ઉતરવિધિ સંપન્ન કર્યો હતો. મહાપૂજાવિધિ પૂર્ણ થયા બાદસ્વામીએ આશીર્વાદ ઉચ્ચારતા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો અનેરો મહિમા ગાયો હતોઅને સૌ સંતો-ભકતોને વર્ષમાં એકવાર આ દિવ્ય સ્થાનના દર્શન જરૂર કરી જવાની આજ્ઞા કરીહતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાનસ્વામિનારાયણના ચરણરજથી પાવન થયેલ સારંગપુરની દિવ્ય ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજનું આ સ્મૃતિમંદિર સમગ્ર વિશ્વના ભાવિકોને ખેંચશે. શિલાન્યાસ વિધિ માટે બનાવવામાં આવેલા ગર્તમા પધારીને સ્વામીએ કળશ સ્થાપન, શિલા પૂજન વગેરે વિધિઓ કરી હતી. ગુરુચરણે ભાવપૂર્ણ ભકિત-અર્ઘ્ય અર્પતા આ વિશિષ્ટ અવસરે ઉપસ્થિત રહેનાર સર્વે સંતો-ભકતોના અંતરમાં અનેરો આનંદ હતો.