પાન નંબર બદલી દેવાના માટે રૂ.૪ હજારની રિશ્વત લેતા ગિરફતાર ભ્રષ્ટાચારનો નોંધાતો ગુનો
ગિરનાર સિનેમા પાસે આવેલી ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટના અધિકારીને રૂ.૪ લાખની લાંચના ગુનામાં એસીબી સ્ટાફે ઝડપી લીધા બાદ તેના મકાનની કરાયેલી જડતી તપાસમાં જુદી જુદી કંપનીના કવરમાંથી રૂ.૩.૧૪ લાખ રોકડા મળી આવતા એસીબી સ્ટાફે કબ્જે કરી રોકડ રકમ કંઇ રીતે મેળવી તે અંગે પૂછપરછ હાથ ધરી છે.
એકપોર્ટનો વ્યવસાય કરતા વેપારીએ ફોરેન ટ્રેડ લાયસન્સ મેળવ્યું હતું. લાયસન્સમાં ભુલથી પોતાનો પાન નંબર લખાયો હોવાથી નંબર બદલી આપવા માટે ફોરેનટ્રેડ ડેવલપમેન્ટ કચેરીમાં અરજી કરી હતી. અરજીનો તાત્કાલિક નિકાલકરી પાન નંબર બદલી આપવા માટે રૂ.૬ હજારની લીલાધર કેશવ શ્રીવાસ્તવે માગણી કરી હતી.
જે પેટે વેપારીએ અગાઉ રૂ.૨ હજાર આપ્યા હતા અને બાકીના રૂ.૪ હજાર ચૂકવવા ગયા ત્યારે એસીબી સ્ટાફને સાથે રાખતા પી.આઇ. સી.જે.સુરેજા સહિતના સ્ટાફે રુ.૪ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.
એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ દ્વારકા એસીબીના પી.આઇ. વી.એમ.ટાંક સહિતના સ્ટાફે લીલાધર શ્રીવાસ્તવના ધરમ સિનેમાનજીક સરકારી ક્વાર્ટરમાં ઝડતી તપાસ કરતા જુદી જુદી કંપનીના કવરમાં રહેલી રુ.૩.૧૪ લાખ રોકડા મળી આવતા એસીબી સ્ટાફે રોકડ કયાંથી આવીતે અંગેની પૂછપરછ હાથધરી છે.