પાંચ વર્ષોમાં રૂપિયાની સ્થિતિમાં સૌથી મોટો સુધારો
છેલ્લાકેટલાક સમયથી ડોલર સામે રૂપિયાની સ્થિતિ સતત નબળી પુરવાર થઈ રહી હતી ત્યારે પાંચ વર્ષોમાં રૂપિયાની સ્થિતિ માટેનો સૌથી સારો દિવસ રહ્યો હતો. ડોલર સામે રૂપિયાએ ૧૧૨ પૈસાની જબરદસ્ત છલાંગ લગાવતા ૭૦.૪૪ ડોલર બંધ રહ્યો હતો.
ભારતના કરન્સી ડેફીસીટ અંગે પાંચ વર્ષોમાં આ સૌથી મોટો સુધારો નોંધાયો હતો. નિકાસ કર્તાઓ અને બેંકો દ્વારા ડોલરના સતત વેંચાણની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકથી વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડતા રૂપિયાની સ્થિતિએ મજબૂતાઈ પકડી હતી. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં બ્રેન્ટ એટલેકે, કાચુ તેલ ૨.૨૬ ટકાથી પડતા છેલ્લા ૧૪મહિનામાં ૫૮.૨૬ ડોલર પ્રતિ બેરલના સ્તરે રહ્યું હતું.
ઈન્ટરબેંક ફોરેન્સ એકસ્ચેન્જ માર્કેટમાં રૂપિયાએ ૧૧૨ પૈસાની લીડ લેતા વિનીમય દર ૭૧.૩૪ની મજબૂત સ્થિતિ સાથે રહ્યું હતું.જો કે, સોમવારે બંધ ભાવની સરખામણીએ ૧૧૨ પૈસાના ઉછાળા સાથે રૂપિયાની સ્થિતિ ૭૦.૪૪ ઉપર બંધ રહી હતી. રૂપિયો સોમવારે ૩૪ પૈસા મજબૂત થતાં ૭૧.૫૬ રૂપિયા પ્રતિ ડોલરે રહ્યું હતું.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ બાદ રૂપિયામાં સૌથી મોટી છલાંગ આજે ૧૧૨ પૈસાની નોંધાઈ છે. આ પૂર્વ ૨૦૧૩માં ૧૬૧ પૈસાનો ઉછાળો આવ્યો હતો. ત્યારે આજે સેન્સેકસની સ્થિતિ પ્રારંભથી જ ૧૫૦ પોઈન્ટ સાથે ગ્રીન ઝોનમાં રહેતા ૩૬૪૬૦ની સપાટીએ રહ્યો હતો.