જેમ રેડિયોની ફ્રીકવન્સી બરાબર સેટ કરવામાં ન આવે તો અમુક રેડિયો સ્ટેશન સ્પષ્ટ સાંભળવા મળતાં નથી તેમ મગજમાં પણ સંદેશાવહનના તરંગો એક ચોક્કસ ફ્રીકવન્સી સાથે વહેતા હોય છે.
ઇંગ્લેન્ડના સંશોધકોએ રિસર્ચ બાદ જાણ્યું કે જો મગજની ફ્રીક્વન્સી સેટ કરવામાં આવે તો ક્રોનિક પેઇનમાં ઘટાડો થઈ શકે છે.
ક્રોનિક પેઇન એટલે લાંબા સમયી ચાલી આવતી ગરબડના કારણે થતી પીડા. આ પીડા ક્યારેક અચાનક વધી જાય છે અને દવાઓ લેવાી થોડા સમય માટે સમી જાય છે. ૫૦ ટકા લોકોને અમુક ચોક્કસ ભાગમાં ક્રોનિક પેઈન રહેતું હોય છે.