નવચંડી યજ્ઞ-પૂજન, સ્મૃતિવંદના અને મહાપ્રસાદના આયોજનો: જ્ઞાતિજનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર હળવદીયા-પાટડીયા વાગડીયા – પાટડીયા, મેથાણીયા, પાટડીયા-જાંબુકીયા પાટડીયા તથા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના વડોદરામાં રાણુ (પાદરા)માં બિરાજતા તુલજા ભવાનીમાંના ૨૩મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલનનું આગામી તા.૨૩.૧૨ રવિવારે રણુમાં ખાતે આયોજન કરવામાં આવેલ છે.
માં કુળદેવી તુલજા ભવાનીમાંરણુ મંદિરે સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારાદર વર્ષ થતો નવચંડી યજ્ઞ પૂજન,અર્ચના આરાધના થકી સુખશાંતી સમુધ્ધી અને આશ્ચર્ય પ્રાપ્ત થાય છે.
સવારે ૬ કલાકે માં તુલજા ભવાની માં મંગળા આરતી થશે. સવારે ૭ કલાકે નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે ૮ કલાકે ધજા ચડાવવામાં આવશે. સવારે ૯.૩૦ કલાકે દીપ પ્રાગટય તથા સ્મૃતિવંદના તથા બપોર ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે ૧કલાકે માં તુલજા ભવાની માં ની મહાઆરતી કરવામાં આવશે.
આ ૨૩માં નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહસંમેલનમાં મુખ્ય દાતા અ.નિ. મધુસુદનભાઈ મોહનલાલ પાટડીયા (પાદરા) તથા ભોજન દાતાકંચનબેન ઘનશ્યામભાઈ પાટડીયા તથા ૨૩માં નવચંડી યજ્ઞના શુભેચ્છક દાતા રસીકભાઈ કરમશીભાઈ પાટડીયા (ગૂરૂકૃપા જાંબુવાળા) રાજકોટ. આ ૨૩માં નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલનમાં રાજકોટથી રણુ બસનું આયોજન કરવામાં આવેલ છે.રાજકોટથી તા.૨૨.૧૨ના શનિવારે સવારે૭ કલાકે, પેલેસ રોડ, આશાપૂરા મંદિરથી ઉપડશે.બસમાં નામ નોંધવા માટે જીજ્ઞેશભાઈ વાગડીયા મો. ૯૭૨૩૩ ૯૦૯૦૯ પરથી નોંધવામાં આવશે.
આ ૨૩મો નવચંડી યજ્ઞના સ્નેહમિલનનેસફળ બનાવવા માટે ગીરીશભાઈ માણેકલાલ, જીજ્ઞેશભાઈ નટવરલાલ, રાજુભાઈ પ્રવિણચંદ્ર, કલ્પેશભાઈ હસમુખભાઈ, ભાવેશભાઈનોતમલાલ, પ્રકાશભાઈ શીવાલાલ, ભરતભાઈ કાંતીલાલ, ભુપેન્દ્રભાઈ ઈશ્વરલાલ, પ્રકાશભાઈ શીવાલાલ, પ્રકાશભાઈ ભગવાનદાસ, હર્ષદભાઈ શાંતીલાલ, સુરેશભાઈ નિલેશભાઈ જડીયા, પરેશભાઈ, કેતનભાઈ, શૈલેષભાઈ, દિપકભાઈ, ચેતનભાઈ, ભાવિનભાઈ વગેરે ભારે જ હેમત ઉઠાવી રહ્યાછે.