વાલી મહામંડળે અબતકની લીધી મુલાકાત: નારાજગી વ્યકત કરી શાળાઓઅને સરકાર સમક્ષ ઠાલવ્યો રોષ
છેલ્લા કેટલાક સમયથી શાળા સંચાલકોઅને વાલી મંડળો વચ્ચે ફી નિર્ધારણને લઈ દલીલો થઈ રહી છે. ત્યારેરાજકોટ શહેર જિલ્લા વાલી મંડળ દ્વારા ફી નિર્ધારણનો કાયદો સખત રીતે અમલમાં આવે અનેવાલી તેમજ વિદ્યાર્થીઓને અંધારામાં રાખી ઉંચા ધોરણે ફી વસુલતી શાળાઓ સામે પગલા લેવામા આવે તેવી રજૂઆત સાથે આવતીકાલે ધરણા પર બેસશે આ કાર્યક્રમ અંતર્ગત વાલી મંડળના હિંમતભાઈ લાબડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, વિરમભાઈ,નટુભા ઝાલા, સ્મૃતિબેન, રંજનબેન,હીરાબેન સરલાબેન સહિતના સભ્યોએ આજે અબતકની મુલાકાત લીધી.
રાજકોટ શહેરી જિલ્લા વાલી મહામંડળનાપ્રમુખ એડવોકેટ હિંમતભાઈ બાબરીયા ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆત કરતા જણાવ્યુંંશાળાઓની ફી માટે વિધાનસભામાં ખરડો પસાર કર્યા બાદ રાજયના રાજયપાલે પણ મંજૂરીની મહોરમારી દેતા કાયદો બની ગયો અને રાજયની શાળાઓ ૧૫-૨૫ અને ૨૭ હજારતેમજ સાયન્સ માટે ૩૦ હજારની ફી મુકરર થતા ખાનગી શાળાના સંચાલકોનાં પેટમાં તેલ રેડાતાં હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં વાલીઓની તરફેણમાં ચૂકાદો આવ્યો સુપ્રિમ કોર્ટમાં જતા તેમાં પણ પછડાટ મળી તાજેતરમાં સરકારે સૌરાષ્ટ્ર-કચ્છની શાલાઓ માટેનીબનેલી ફ્રી નિર્ધારણ કમિટી સમક્ષ દરેક શાળાએ દરખાસ્ત કરવી કરવી ફરજીયાત હોય એફઆરસી દ્વારા૩૫ શાળાઓની ફી જાહેર કરી પરંતુ મોટા માથાઓની શાળાઓની ફી નકકી કરી નથી.
હજારો વાલીઓને ફીની લૂંટમાંથી છોડાવો એ અક જ મંત્ર લઈને આવતીકાલે ફી નિર્ધાણ સમિતિના રાજકોટ ક્ષેત્રની અધ્યક્ષનીકચેરી ત્રિકોણ બાગ પાસે સવારે ૧૧ થી ૧૨.૩૦કલાક સુધી ધરણા કરાશેઆ ધરણામાં વાલીઓને જોડાવા અનુરોધ કર્યો છે.