આઈસરની ઠોકરે બાઈક અને રીક્ષાનો બુકડો: અકસ્માત સર્જી ચાલક ફરાર
શહેરની ભાગોળે કુવાડવા જીઆઈડીસી પાસે હિટ એન્ડ રનમાં આઈસરની ઠોકરે રોડ ક્રોસ કરતા બાઈક પર સવાર યુવાનનું મોત નિપજયું હતું. જયારે તેની સાથે રહેલા ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે આઈસર ચાલક વાહન મુકી નાસી ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર જીઆઈડીસી પાસે આવેલા વિરલ વે-બ્રિજ પાસે રોડ ક્રોસ કરવા જતા જી.જે.૩ સી. ૭૦૮૦ નંબરના બાઈકને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.૧ સીટી ૫૩૯૪નંબરના આઈસર ચાલકે હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા જીઆઈડીસીમાં રહેતા નિકિલકુમાર નામના૧૯ વર્ષીય યુવાનનું મોત નિપજયું હતું. જયારે ચાલકે રાહુલકુમાર રાવ યાદવ ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં પહોંચવામાટે બાઈક સવાર રસ્તો ઓળંગવા ડિવાઈડ ક્રોસ કરી રહ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવીરહેલા આઈસર ચાલકે ઠોકરે લેતા બાઈક પર સવાર બંને યુવાનો ફંગોળાયા હતા. જેમાંચાલક રાહુલકુમારને ઈજા થઈ હતી તથા તેની પાછળ બેઠેલા નિકિલકુમાર નામના યુવાનને ગંભીરઈજા થતા મોત નિપજયું હતું. આઈસર ચાલકને પુરપાટ ઝડપે આવતા જોઈ રીક્ષા ચાલક પોતાનો બચાવ કરવા જતા રિક્ષા પણ પલ્ટી ખાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ મથકનાં પીએસઆઈ પી.સી.મોલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આઈસર ચાલક વિરુઘ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.