જશ્ને ઈદે ગોષુલવરા ઝુલુસ કમિટી દ્વારા યોજાના‚ ઝુલુસ રામનાથપરા ચોકથી પ્રારંભ થઈને વિવિધ રાજમાર્ગોપર ફરી ગેબનશા પીરની દરગાહ પર પૂર્ણ થશે
ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયંગબરનાં પૌત્ર અને મોટાપીર ગોસે આઝમ દસ્તગીરની યાદમાં દર વર્ષે દુનિયાભરમાં ઈદે ગોષીયા મનાવવામાં આવે છે. રાજકોટની જશ્ને ઈદે ગોષુલવરા ઝુલુસ કમિટી દ્વારાપણ આવતીકાલે બુધવારે ઈદની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે કમિટી દ્વારા એક ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુલુસનો શહેરનાં રામનાથપરા ચોક ખાતેથી પ્રારંભ થનારો છે. જે શહેરનાં મુખ્ય રાજમાર્ગો પર ફરીને ગેબનશાપીરની દરગાહે પૂર્ણ થનારી છે.
આ અંગેની વિગત આપવા અબતકનીમુલાકાતે આવલે કમિટીના મુખ્ય આયોજક મહેબુબભાઈ અજમેરી તેમજ પ્રમુખ એજાજ બાપુ બુખારી સહિતના આગેવાનોએ જણાવાયું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબના રૂટ ઉપરથી રાજમાર્ગો ઉપર ઝુલુસ નીકળશે આવતીકાલ તા.૧૯ને બુધવારે બપોરે ૩ કલાકે રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં તમામ મુસ્લીમો એકઠા થશે અને જુલુસને સૈયદ સાદતોના હસ્તે લીલી ઝઠડી આપવામાં આવશે.
આ ઝુલુસ લાઈન દોરી રૂપે રામનાથપરા ગરૂડ ગરબી ચોકથી કોઠારીયાનાકા પોલીસચોકી, ભુપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, ખાદી ભવન વનવે રોડ, નાગરીક બેંક ચોક, જુબેલી શાક માર્કેટ, જૂની કોર્ટ, જંકશન મેઈન રોડ થઈને હઝરત ગૈબનશાહ પીરની દરગાહ ખાતે પહોચશે. અને દરગાહના પટાંગણમાં સલાતો, સલામ પઢી જુલુસનું વર્સજન કરવામાં આવશે. તમામ મુસ્લીમોને પોતાનો ધંધો રોજગાર અડધો દિવસબંધ રાખી જુલુસમાં જોડાવા કમીટી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઝુલુસ સફળતાપૂર્વક યોજાઈ તે માટે કમીટીના જુલુસ કમેટીના ઉપપ્રમુખો,અજરુદીન બાપુ કાદરી, યુનુસભાઈ જુણેજા (જયહિન્દ), ઈકબાલભાઈ બેલીમ, હબીબભાઈકટારીયા, હાસમભાઈ ચૌહાણ, રહીમભાઈ સોરા,મંત્રીઓ, રજાકભાઈ જામનગરી, યુનુસભાઈ જુણેજા (લકકી), રજાકભાઈ જુણાચ, રફીકબાપુ કાદરી, હા‚નભાઈ શાહમદાર, રાજુભાઈ દલવાણી, પરવેઝભાઈ કુરેશી, સલીમભાઈ અારબ, ફિરોઝભાઈ અજમેરી, રાજુભાઈ માવતર, મહેબુબભાઈ ચૌહાણ, ફશ‚કભાઈ બાવાણી, યુસુફભાઈ દલ, યુસુફભાઈ સોપારી વાળા, ગફાર બાપુ બુખારી, હુશેનભાઈ હાલેપૌત્રા, ફારૂકભાઈ મુસાણી, રજાકભા, કારીયાણીયા, વકાર બ્લોચ,વગેરે વ્યવસ્થામાં ખડેપગે કાર્ય કરી રહ્યા છે.