સીંગ,તલ,દાળીયા, ખજૂર ક્રિમ ટોપરાની ચીકી ઓન ડિમાન્ડ
મિક્ષ ડ્રાયફૂટ ચીકી રૂ.૧૨૦૦ની કિલો
સુગર લેસ આઈટમમાં ખજૂર પુરી, ખજુર
કત્રી, ખજૂર ચોકોબોલ, ખજુર ગજક
પણ બજારમાં ઉપલબ્ધ
શિયાળાની શરૂઆત થતા જ ‘ચીકી’નું માર્કેટ ગરમ થઈ જાય છે. આમ પણ રંગીલા રાજકોટવાદીઓ ખાવા-પીવાના ખૂબજ શોખીન છે. ત્યારે ઠંડીનીમોસમમાં શરીરને ગરમી આપતીક ‘ચીકી’ આરોગવામાં શહેરીજનો પાછળ રહેતા નથી. શિયાળો એક એવી ઋતુ છે. જેમાં વસાણા, ચીકી, અડદીયા, ચ્યવનપ્રાશ,કચ્ચરીયું કે હાની ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
સીંગ, તલ, તાળીયા, મિક્ષડ્રાય ફૂટસ અને ટોપરાની ચીકી હાલ ઓન ડિમાન્ડ છે. આઉપરાંત ઓછા ગોળની ચીકી અને ખાંડની ચીકી પણ રાજકોટીયન્સ ને લોભાવી રહી છે. આ વર્ષે ખાસ સુગરફ્રી ચીકીએ લોકોનું ધ્યાન દોર્યું છે. સુગર ફ્રી આઈસ્ક્રીમની જેમ જ રાજકોટમાં સુગર ફ્રી ચીકકીનું પણ વેચાણ વધી રહ્યું છે.
આ વર્ષે ચીકકીમાં ખાસ કરીને ખજૂરપાક અને ડ્રાયફ્રુટ ચીકી ઓનડિમાન્ડ છે. સીંગ, દાળીયાની ચીકકી અને મમરાના લાડવા બાળકોનું મન મોહીલે છે. આ વર્ષે કોકોનટ ક્રીમ ચીકીએ પણ લોકોને ઘેલુ લગાડયું છે.દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ચીકીના ભાવમાં ૨૦ થી ૫૦ રૂપીયાનો વધારો થયો છે.
આ અંગે વધુ જણાવતા સંગમ ચીકીના ઓનર સલીમભાઈએ કહ્યું કે, આવર્ષે જીએસટી અને સીંગ, તલ, ગોળના ભાવમાંવધારો થતા ચીકીના ભાવમાં પણ વધારો થયો છે. આમ છતા રંગીલા રાજકોટવાસીઓચીકી આરોગે છે.આ વર્ષે રૂ.૨૦૦થીમાંડીરૂ.૧૨૦૦ સુધીની ચીકી અમારે ત્યાં અવેલેબલ છે.આ વર્ષે ક્રીમ કોકોનટ અને કેસર ડ્રાયફ્રુટસ ચીકીની ખૂબજ માંગ છે.
આમ તો આખુ વર્ષ ચિકીનું માર્કેટ ગરમ જ હોય છે. પરંતુખાસ કરીને શિયાળામાં લોકો ગોળ, સીંગ,તલ,દાળીયા, ખજૂર અને ટોપરાની ચીકી ખાવાનું વધારે પસંદકરે છે. આ અંગે વધુ જણાવતા જલારામ ચીકીના ઓનર પ્રકાશભાઈ કહે છેકે,અમારે ત્યાં ગોળઈ, ખાંડ અને સુગરલેશ ચીકી તેમજવિવિધ પ્રકારના પાક ઉપલબ્ધ છે. હાલ ચીકીમાં ટોપરાની અને તલનીચીકીની વધારે ડિમાન્ડ છે. અમારે શોપમાં સુગરલેસ આઈટમમાં ખજૂરપુરી, ખજુર કત્રી, ખજૂર ચોકોબોલ અને ખજૂરગજકની ખૂબજ ડીમાન્ડ છે. ચીકીનાભાવ અંગેજોઈએ તોતેમાં નહીવત વધારોથયો છે. આ વર્ષે ૪૫૦ ગ્રામના ચીકીના રૂ.૯૦ભાવ છે. જોકે તલની ચીકીનો થોડોક વધારે ભાવ છે. પરંતુ રંગીલા રાજકોટવાસીઓ ખાવામાં ભાવ જોતા નથી અને મોજથી ચીકીનો આનંદ માણેછે.
શિયાળાની ઋતુમાં ‘ચીકી’ અને ‘વસાણા’ શરીરમાંગરમી ઉત્પન્ન કરે છે.અને આ ચાર મહિના દરમિયાન ખાધેલા વસાણા બાકીના૮ મહિના શરીરને તંદુરસ્ત રાખે છે. શિયાળામાં સ્ક્રીન ડ્રાય થઈજાય છે. પરંતુ તૈલી પદાર્થો એટલે કે ચીકી કે વસાણા ખાવાથી શરીરમાં તેલનું પ્રમાણ જળવાઈ રહે છે. અને સ્ક્રીન પણ ડ્રાય થતી નથી.
માટે રાજકોટવાસીઓ તૈયાર થઈ જાઓ આ સિઝનમાં સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ચીકીનો આનંદ માણો.
શુદ્ધ દેશી ઘી શ્રેષ્ઠ: કૈલાશભાઈ
અબતક સાથેની વાતચીત દરમિયાન ગાયત્રી ડેરી ફાર્મનાકૈલાસભાઈ સાકરીયાએ જણાવ્યું હતુ કે શિયાળામાં અડદીયા લોકો ખાવાનું પસંદ કરે છે. અડદીયા, ચીકી, ખજૂર વગેરે સ્વાસ્થ્યટે ગુણકારી છે. અને શિયાળામાં તેની ડિમાન્ડ વધુ હોય છે.અડદીયા અમે બનાવેલા ગરમ મસાલો કાજુ, ઘી,વગેરેના ઉપયોગથી બનાવીએ છીએ તેમાં સાદા અડદીયા કેશરબદામ અડદીયા,કાજુ અડદીયા, વગેરે બનાવીએ છીએ અમે અડદીયા પ્યોરદેશીઘીમાંથી બનાવીએ છીએ. અત્યારે લોકો કેસરબદામ અડદીયાની વધુડિમાન્ડ કરે છે. આ વખતના અડદીયાના ભાવે ૪૪૦ થી ૫૦૦ રૂ. છે બાકી બધા ફર્મના પોતાના અલગ ભાવો હોય છે.
ફલેવર્ડ અડધીયા માટે મસાલા ઉપલબ્ધ: આરતીબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન શિવ શકિત ડેરીના આરતીબેનએજણાવ્યું હતુ કે શિયાળાની સ્પેશ્યલ આઈટમ છે. અડદીયા કારણ કે અડદીયાની વૃત્તિપણ ગરમ હોય તથા ઠંડીના કારણે લોકો વધુ પસંદ કરે છે. અડદીયામાંમેઈમ અડદની દાળ, ઘી, ગૂંદ તથા અમારો સ્પેશ્યલઅડદીયાના મસાલો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અડદીયા બનાવીએ છીએ. અમારીપાસે બે પ્રકારનાં કેસરબદામ અડદીયા અને કાજુ અડદીયા જયારે ભાવની વાત કરવામાં આવે તોકેસરબદામ અડદીયાનો ભાવ ૫૮૦ રૂ તથા કાજુ અડદીયા તે ૪૮૦ રૂના કિલોએ મળે છે. અડદીયા બનાવ્યાબાદ ૭ થી૮ દિવસ સુધીતેમાં કાંઈ થતું નથી. અડદીયા બનાવતી વખતે જે સુગંધ છૂટતી હોય તેનું કારણ એ છે કે ઘીમાં અડદની દાળની નેચરલસ્મેલ છોડે છે. તેનાકારણે સુગંધ આવે છે. અમારે ત્યાં લોકો કાજુ અડદીયા લેવા વધુ આવેછે.
શુગરલેસ ચીકી હેલ્થી અને ટેસ્ટી: પ્રકાશભાઈ
અબતક સાથેની વાતચીત દરમિયાન જલારામ ચીકીના પ્રકાશભાઈએ જણાવ્યું હતુ કે અમારે ત્યાં ગોળની ચીકીમાં સીગ, તલ, દાળીયા, મીકસ ચોકો , ટોપરા,રાજભોગ, ડ્રાયફૂટ વગેરે ખાંડમાંથી બનાવેલ ચીકી,તથા ખજૂરની આઈટમમાં ખજૂર પૂરી ખજૂર કતરી ખજૂર ચોકો બોલ, તે સૂગર લેસ હોય છે. તે હેલ્થ માટે સારી હોય.શિયાળામાં અત્યારે તલની સાની પ્રચલીત છે. મંદીનેકારણે આ વખતે ૧૫ થી ૨૦ કાનો ઘટાડો છે. કોઈપણ ડાયાબીટીશના દર્દીએડોકટરની સલાહ લીધા વગર ચીકી ન લેવાય.
શિયાળામાં ચીકી પ્રચલીત છે. કારણ એ છે કે સીંગદાણા તલ,ગોળ, ગરમ પદાર્થ કે ઠંડીની સામે શરીરનું ટેમ્પરેચર જાળવવા માટે મદદરૂપ થાય છે. ચીકી તે ૧૦૦ ટકા ડ્રાઈ આઈટમ છે. જેની અંદર કોઈપણ પ્રકારનો ફ્રીજનો ભાગ નથી તેથી લાંબો સમય સુધી તે ખરાબ નથીથતી અને જમ્સ થતા નથી. જો ઘરે બનાવેલ વસ્તુઓ હોય તો તેમાં પાણીનોભાગ હોય તો તેના કારણે ૨૫ થી ૪૮ કલાકમાં જમ્સ થઈ શકે. ચીકીએ ૧૦૦ટકા નેચરલ ડ્રાઈ આઈટમ છે. ઠંડીના કારણે અડદીયામાં ગરમ મસાલાના કારણે હેલ્થ માટે સારા કહેવાય.