બિગબોસના પ્રતિનિધિ શ્રીસંતે પોતાના ક્રિકેટિંગ કરિયરને લઇ સનસની ખેજ ખુલાસોકર્યો હતો.
10 વર્ષ પહેલા આઇપીએલ દરમિયાન હરભજન સિંહે તેને થપ્પડ માર્યો હતો, જેના પછી તેની રડતી તસવીરો અને વીડિયો મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
શ્રીસંત પુરા મામલામાં પ્રથમવાર ખુલીને બોલતો નજર આવ્યો છે. બિગ બોસ 12ના પ્રતિસ્પર્ધક શ્રીસંથ સુરભી રાણા સાથે આ ઘટના વિશે વાતકરી હતી.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આ પૂર્વ ભારતીય બોલર ઘટનાની એક્ટિંગ પણ કરી રહ્યો છે.
વાયરલ થઇ રહેલી ક્લિપ બિગ બોસના આગામી એપિસોડનો પ્રોમો છે. જેમા શ્રીસંત કહે છે કે, હું સમગ્ર ઘટનાથી પડદો ઉચકવા માંગુ છું. હાં, હું માનું છું કે, તે સમયે હું ઉગ્ર હતો. હું જણાવું છું કે, ખરેખર તે સમયે શું બન્યું હતું, મેચ બાદ હું હાથ મિલાવવા માટે હરભજન સિંહ તરફ આગળ વધ્યો હતો.
બીજીતરફથી હાથ મિલાવતી સમયે ભજ્જીએ ઉંધા હાથે જોરથી મારા ગાલ પર મારતા. તેને થપ્પડ ના કહી શકાય.
હવે આ
મામલાનું સત્ય તો ત્યારે જ સામે આવશે જ્યારે બિગ બોસનો આ એપિસોડ પ્રસારિત થશે.
તમને જણાવી દઇએ કે, વર્ષ 2008માં આ મામલાએ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો
હતો. આ ઘટના બાદ 11
મેચ માટે હરભજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.