ભારતભરની ટોચની સ્કુલો રાજકોટના આંગણે
વિદ્યાર્થીઓઅને વાલીઓનો ભવ્ય પ્રતિસાદ રાજકોટ
રાજકોટના ઈમ્પીરીયલ પેલેસ ખાતે આજરોજ પ્રિમીયર સ્કુલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરની તથા ઈન્ટરનેશનલ તમામ સ્કુલોએ ભાગ લીધો હતો.આ એકઝીબીશન ૧૮ અને ૧૯ બે દિવસમાં રાજકોટમાં છે. આ એકઝીબીશનથી વિદ્યાર્થીઓએ સ્કુલની પસંદગી કઈ રીતે કરવી અને કઈ સ્કુલમાં પોતાનું ભવિષ્ય બને તેની સંપૂર્ણ માહિતી મળે તે માટે એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ પોતાના બાળકનું શિક્ષણ ક્ષેત્રે ઘડતર થાય તે માટે એકઝીબીશનની મુલાકાત લીધી હતી અને સ્કુલો સાથે વાતચીત પણ કરી હતી.
ભારતની લીડીંગ બોર્ડીંગ અને ઈન્ટરનેશનલ સ્કૂલોના પ્રિમીયર એક્ઝિબીશનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં દેશની સૌથી સારૂ શિક્ષણ ધરાવતી કુલ ૨૦ સ્કૂલોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. આ એક્ઝિબીશન મારફતે બાળકોને આઈસીએસસી, સીબીએસઈથી લઈનેઆઈબી અને કેમ્બ્રીજ સુધીના અભ્યાસ માટેની તકો મળી રહેશે.
એક્ઝિબીશનમાં બાળકોને તેની સ્કૂલની પસંદગી કઈ રીતે કરવી આ ઉપરાંત અભ્યાસક્રમ અને શિક્ષણને લગતી તમામ માહિતી વાલીઓને અપાતા માર્ગદર્શન સેમીનારમાં પૂરી પાડવામાં આવશે.
બાળકોના કૌશલ્ય ખિલાવવા શાળાનો પ્રયાસ: ભરત સાવલીયા
ડિવાઈન ચાઈલ્ડસ્કુલ મહેસાણામાં ભણતો વિદ્યાર્થી જગતનાં પિતા ભરતભાઈ સાવલીયા સાથે વાતચીત કરતા તેઓ પોતાના બાળકે જે રોબોટ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર આવ્યો અને સારામાં સારો રોબોટ બનાવ્યો એ બાબતે તેઓ ગર્વ અનુભવું છું. સ્કુલ વિશે વાતકરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓના બાળકને ડીવાઈન ચાઈલ્ડ સ્કુલમાં સારામાં સારું ભણતરની સાથે ગણતર પણ આપવામાં આવે છે.
જેથી બાળકનું ભવિષ્ય માત્ર ભણતરમાં જ નહીં પરંતુ બીજી સ્પોર્ટસ એકટીવીટીઝ પણ આગળ વધે. સ્કુલ તરફથી ખુબ જ સારો સપોર્ટ આપવામાં આવે છે અને બાળકની અંદર રહેલી કલા બહારલાવવા સ્કુલ તરફથી ખુબ જ પ્રયત્નો કરવામાં આવે છે.
માસ એજયુકેશન નહીં, ગુણવતાભર્યું શિક્ષણ જરૂરી: નકુલ અયાચી
દિલ્હી પબ્લીક સ્કુલ મહેસાણાના નકુલભાઈ અયાચીએ જણાવ્યું હતું કે, તેઓની સ્કુલ એ ગુજરાતની સૌથી મોટી બોર્ડીંગ સ્કુલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની સ્કુલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓની માફક વાતાવરણ આપે છે. જેથી વિદ્યાર્થીઓને કયાંય બહાર જવું ના પડે. સ્કુલ એ તેમનું પેશન છેઅને સ્કુલને એક પરીવારની જેમ માને છે અને તેઓનું એક સપનું હતું કે, એક સારામાં સારી અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજજ એક સ્કુલ બનાવીએ જે પોતે સ્વપ્નસાકાર કર્યું છે.
સ્કુલ અને ભણતરના વિઝન વિશે જણાવ્યું કે,વ્યકિતગત જો વિદ્યાર્થીઓ પાછળ ધ્યાન આપવામાં આવે તો વિદ્યાર્થીઓ ચોકકસ પણે આગળ વધી શકે છે અને તેઓએ પર્સનલી જણાવ્યું હતું કે, તેઓ માત્ર એજયુકેશન નહીં પરંતુ કવોલીટી એજયુકેશનમાં માને છે. દિલ્હી પબ્લીકસ્કુલ મહેસાણામાં એકસ્ટ્રા એકટીવીટી માટે સ્પોર્ટસ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ અને બધાના કોચ પણ રાખવામાં આવેલા છે. જેથી વિદ્યાર્થી પણ રમત-ગમત ક્ષેત્રે આગળ વધી શકે.
ભારે વજન ઉપાડવા રોબોટ બનાવાયું: જગત, માનવ
ડિવાઈન ચાઈલ્ડ સ્કુલ મહેસાણાના નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી જગત અને માનવ એ એક રોબોટ બજાવ્યું હતું. જેભારે વસ્તુ ઉપાડવા માટે ઉપયોગ કરી શકાય જે મોટી ફેકટરીઓમાં વજન ઉપાડવા માટે કરી શકાયછે. જેનું નામ ઈ.વી.પ્રી.માઈન સ્ટ્રોમ છે. જે આખો પ્રોગ્રામ બેઈઝ મોડેલ બનાવવામાં આવ્યો છે અને આ બંને વિદ્યાર્થીઓ આ રોબોટ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ડિવાઈન ચાઈલ્ડ સ્કુલ વિશે જણાવતા કહ્યું હતું કે,તેઓની સ્કુલમાં સારામાં સારું ભણતર અને સ્પોર્ટસ એકટીવીટીમાં પણ આગળછે.