ગણેશ મહોત્સવ સ્પેશ્યલ: આવતીકાલથી ગણેશ મહોત્સવ શરૂ થવા જય રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન ગણેશ ભગવાનની સ્થાપના થાહસે. 15 દિવસ સુધી ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે મહોત્સવ મનાવવામાં આવશે. ત્યારે આ દરમિયાન કોરોનામાં ભગવાન શ્રી ગણેશને ‘આંબળા અને આદુંના લાડું’નો ભોગ ધરવો કેવું કમાલનું રહેશે. ભકતો અને ખાસ તમારા પરિવારના સભ્યો આ લાડુનો સ્વાદ પ્રસાદ તરીકે માણશે અને સ્વાસ્થ્ય સચવાય જશે. તો ચાલો જાણીએ આ લાડુને બનાવવાની વિધિ….
સામગ્રી
125 ગ્રામ આંબળાનું છીણ
2 ટીસ્પૂન આદુંનું છીણ
60 ગ્રામ ખાંડ
1 ટીસ્પૂન ડ્રાયફ્રૂટનો ભૂક્કો
વરખ
રીત
સૌ પ્રથમ એક મોટી કડાઇમાં થોડુંક ઘી ગરમ કરો. તેમાં આંબળા અને આદુંનું છીણ ઉમેરીને બરાબર મિક્ષ કરો. પછી તેમાં ખાંડ નાખી પાંચ મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી બે મિનિટ સુધી રહેવા દો. હવે હથેળી ઘીવાળી કરી તેના લાડુ વાળો. લાડુની ઉપર ચાંદીનો વરખ લગાવી સર્વ કરો. જો લાડુ ના વાળવા હોય તો આ પાકને પણ થાળીમાં પાથરી દો. ઠરી જાય એટલે કટ કરીને સર્વ કરો.