શું આપ જાણો છો કે આપણેજે ગુજરાતી ભાષા બોલી રહ્યા છી એનો ઉદ્ભવ ક્યારે થયો…??? ગુજરાતી ભાષા એવું નામ કોને આપ્યું…??? કુલ કેટલી ગુજરાતી ભાષા બોલાય છે…??? શું તમને આ બધુજાણવાનું ક્યારેય વિચાર ન આવ્યો. શું આપ એ પણ જાણો છો કે આપણે જે ભાષા બોલીએ (ગુજરાતી)એ કેટલી રીચ ભાષા છે. આ એક જ એવી ભાષા જે જેમાં એક શબ્દના અનેક અર્થ નીકળે છે. તો આવોજાણીએ આપની માત્રુભાષા વિશે કઇંક નવું.
ગુજરાતીનો ભાષાનો ઉદ્દભવ
ભારત દેશના ગુજરાત રાજ્યનીઇન્ડો-આર્યનભાષા છે. તે ઇન્ડો-યુરોપિયનભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષાઆશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦ માંથીથયો છે. આગુજરાતી ભાષા તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણઅને દાદરા-નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.
ગુજરાતીનોભાષા ને “ગુજરાતીભાખા” અથવા “ગુર્જર અપભ્રંશ” પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતીઅને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અનેગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા.
૧૨મી સદીમાં જ ગુજરાતી ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦)ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે.
ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, ઈ. સ. પૂર્વે ૬૪૦મી સદીમાં ચાઈનીઝ પ્રવાસી હયુ-એન-સેંગ તેના પ્રવાસ વર્ણનમાં તે સામેના ગુજરાત પ્રદેશ ને ‘ગુર્જરદેશ’ તથા આરબો તેમના વર્ણનોમાં ‘ગુર્જર’ પ્રદેશ, ઉપરાંત રાજા ભોજ ઈ. સ. ૧૦૧૪માં ‘સરસ્વતી કંઠાભરણમ’માં ‘ગુજરત્તા’ એવા નામોથી ઓળખાવે છે. ત્યારબાદ ૧૨મી સદીમાં હેમચંદ્રાચાર્ય ‘ગુર્જર અપભ્રંશ’ , ભાલણ ‘ગુર્જર ભાષા’ અને ૧૭મી સદીમાં પ્રેમાનંદ પહેલીવાર દશમસ્કંધમાં ‘ગુજરાતી ભાષા’ તેવું નામ આપે છે. આમ ગુજરાતીઓની ભાષા ને ગુજરાતી એવું નામકરણ થાય છે.
ગુજરાતી ભાષાની બોલીઓ :
‘’બાર ગાવે બોલી બદલે’’ તે કહેવતને અનુશાર ગુજરાતની અલગ અલગ બોલીઓ પ્રચલિત છે.
આમ, જોવા જઈએ તો ગુજરાતી ભાષાની કુલ 14 બોલીઓ છે
- સુરતી બોલી
- ચરોતરી બોલી
- મહેસાણી બોલી
- ઝાલાવાડી બોલી
- ગામીત બોલી
- ચૌધરી બોલી
- વસાવા બોલી
- ધોડિયા બોલી
- કુકણા બોલી
- પારસી ભાષા/બોલી
- વોહરા બોલી
- કાઠિયાવાડી બોલી
- કચ્છી ભાષા/બોલી
- ભીલી બોલી
તેમાથી ગુજરાતી ભાષાની મુખ્ય ચાર બોલીઓ છે. જેમાં,
1. કાઠિયાવાડી
2. પટણી
3. સુરતી
4. ચરોતરી.
કાઠિયાવાડી બોલી: સૌરાષ્ટ્ર કેકાઠીયાવાડ વિસ્તારમાં કાઠિયાવાડી બોલી બોલવામાં આવેછે. કઠિયાવાડીબોલીમાં જોઈએ તો, વયા જવું એટલેચાલ્યા જવું, મોર થવું એટલે આગળ થવું, અટાણે નો અર્થ થાય છે.
પટણી બોલી : ઉત્તર ગુજરાતમાં પટણી બોલી બોલવામાં આવેછે. પટણી બોલીમાં વાખ એટલે વાસ કે બંધ કર, સઈ રાખ એટલે પકડી રાખ જેવો અર્થ કાઢવામાં આવે છે.
સુરતી બોલી : દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલી બોલવામાં આવેછે. સુરતી બોલીમાં જોઈએ તો પોયરો એટલે છોકરો, માટી બૈયર એટલે પતિપત્ની, ડખુચોખા નો અર્થ દાળભાત થાય છે.
ચરોતરી બોલી : મધ્ય ગુજરાતમાં ચરોતરી જેમાં અમદાવાદ અને વડોદરા ના વિસ્તારમાં ‘શિષ્ટ’ ગુજરાતી બોલાય છે. ચરોતરીમાં વઢવું એટલે લડવું, બૂહલું એટલે ધોકો જેવો અર્થ નિકડે છે. આવા અસંખ્ય શબ્દો જે તે બોલી પ્રદેશમાં વસતા લોકો તેમની રોજ બરોજની વતચિતમાં વાપરે છે. આવા શબ્દોજે તે બોલીની શબ્દ ભંડોળ ગતલાક્ષણિકતા બની રહે છે.
આ ચાર મુખ્ય બોલીઓ સિવાય કચ્છમાં બોલતી કચ્છી અને લગભગ ૨૨ જેટલી ભીલી બોલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જોકે કચ્છમાં બોલતી કચ્છી એ ગુજરાતીની નહીં પણ સિંધી ભાષાની બોલી છે જે ગુજરાતમાં કચ્છ સિવાય પાકિસ્તાનનાં અમુક પ્રદેશોમાં પણ બોલાય છે.
આની સાથે સાથે કાઠિયાવાડની હાલારી, સોરઠી, ઝાલાવાડી વગેરે પેટા બોલીઓ છે તો સુરતમાં ભરૂચમાં બોલતી કે બીલી મોરામાં બોલતી પારસી અસરવાળી ગુજરાતી કે પછી પંચમહાલમાં બોલતી ગુજરાતીને ચરોતરીની પેટાબોલી તરીકે વર્ણવી શકાય.
ભારતના”રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધી અને “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી હતી. તેમાં સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને “પાકિસ્તાનના રાષ્ટ્રપિતા” મહમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતી ભાષા એઆપની માતૃ ભાષા છે. આપણને ગમે તેટલી બીજી ભાષાઓ આવડતી હોય પણ આપણે વિચારો તો માત્રૃ ભાષામાં જ કરીએ છીએ. તેવી જ રીતે ગુજરાતમાં જન્મેલો કોઈપણ વ્યક્તિ ગમે તેટલું નોલેજ ભેગું કરે અને ગમે તે ભાષા સિખે પણ તેને રાત્રે નીંદર માં સપના તો પોતાની માતૃ ભાષામાં જ આવે છે. એટલે જ તો આપણે જોઇએ છીએ કે માતૃભાષામાં ભણતાં બાળકોની પરિણામની ટકાવારી પ્રમાણમાં બીજી ભાષામાં ભણતાં બાળકો કરતાં વધારે આવતી હોય છે.
સીધી વાત છે આપણે વિચારો….રોજીંદા જીવનમાં વાતો….બધું જ માતૃભાષામાં કરીએ છીએ એટલે ભણવાનું પણ સહજ
રીતે એમાં વધારે સારું ફાવે. પરંતુ આપણે બધા એક
ગાડરિયા પ્રવાહની જેમ છી સ્કૂલ માં એમ કેવમાં આવે છે કે તમારા બાળકને અંગ્રેજી
માધ્યમમાં ભણાવો અને બીજાનો છોકરો અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય તો મારો છોકરાને પણ
ભણાવું આવી હાલમાં માનસિકતા ઊભી થઈ ગય છે. તેને લઈને આપની માતૃ ભાષા દિવસે ને
દિવસે નબડી પડતી જાય છે.
હા ગુજરાતી ભાષાની સાથે સાથે બીજી ભાષા
શીખવી પણ જરૂરી જ છે પણ ગુજરાતી આપણી માતૃ ભાષા છે. એ પણ ભૂલી ન જવું જોઈએ. ભારતના
રાષ્ટપિતા મહાત્મા ગાંધી પણ જો પ્રવચન ગુજરાતી ભાષામાં કરતાં હોય તો પછી આપણે કેમ
આ વાત ને ભૂલી જાય છી. માટે ગુજરાતી ભાષાનું મહત્વ સમજીને તેનો વધુમાં
વધુ લોકો ઉપયોગ કરે તેવું કરવું જોઈએ.
ગુજરાતી એ એકજ આવી ભાષા છે જેનો સૌથી વધુ લોકો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં એક શબ્દ ના અનેક અર્થ થાય છે. બીજી ભાષામાં આપણે કાઇપણ બોલીએ તે ચાલે પણ ગુજરાતી ભાષામાં એક પણ શબ્દ અર્થ નો અનર્થ કરી નાખે તેવી તાકાત ધરાવે છે. તો આપણે સૌએ ગુજરાતી ભાષાનું મહત્વ સમજવું જોઈએ અને ઉપયોગ કરવો જોઈએ.
કેટલા લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે…
સેન્ટ્રલઇન્ટેલિજન્સ એજન્સી મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરીમુજબ) જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડછે, જેથી ગુજરાતી ભાષાવિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.
ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય.