……………‘લોભીયા હોય ત્યાં ધુતારા ભુખ્યા નથી મરતા’……………
ત્રણ લેપટોપ, ૨૧ મોબાઈલફોન, ૭૬૯૫૦ની રોકડ, ૧૦ પાસબુક, ૨૭ ડેબીટકાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ફેસબુક ઉપર ઠગાઈકરતી ગેંગ પકડાઈ
સોશ્યલ મીડિયાના માધ્યમો ઉપર આજકાલ ફ્રેન્ડશીપનું વલણ વધ્યું છે. એમાં પણ વિદેશી લોકો સાથે વાતો કરીને લોકો પોતાના સ્ટાર્ડડની વાત માને છે પરંતુ કેટલીક વખત આ પ્રકારના કોર્નમાં લોકો ફસાતા ભારે નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે. માટે ફેસબુક ફ્રેન્ડ બનાવતાપહેલા ૧૦૦ વખત વિચારજો.
ફેસબુક ઉપર ઠગાઈ કરતા બે નાઈજીરિયન અને ૧ ભારતીય મહિલાની ધરપકડ સોમવારે કરવામાં આવી હતી. આરોપી ડીયારા મલ્લીક નામનો હોવાનું માલુમ પડયું છે. જેની સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા તેને જોન હેરી નામના એકાઉન્ટમાંથી ફેસબુક રિકવેસ્ટ આવી હતી.જોને તેને કહ્યું હતું કે, પોતે બીએમડબલ્યુના એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરે છે. ફ્રેન્ડશીપ આગળ વધાર્યા બાદ તેણે એક દિવસ યુવતીને કહ્યું કે, તેણે ૫૦ હજાર પાઉન્ડના વિદેશી નાણા,મોંઘી ગીફટ અને તેના માટે સરપ્રાઈઝ મોકલ્યા છે જે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ કલીયરન્સ માટે અટકેલું છે જેના માટે તેને ૬.૪૦ લાખ ચૂકવવાનારહેશે. યુવતી કોઈપણ રીતે ચાર હપ્તા ભરીને આ રકમ ચૂકવે છે.
ફેસબુક ઉપર છેતરપિંડી કરનાર ડીયારા મલ્લીક નામનો યુવક ભારતીય વિઝા સાથે દેશમાં રહેતો હતો. જેને જોન હેરીના નામે કોર્નગીરી શરૂ કરી હતી. તેની સાથે વધુ એક નાઈજીરીયન વ્યક્તિ અને એક ભારતીય મહિલાની એમ કુલ ત્રણેયની એક ગેંગ હતી જે આ પ્રકારે ફેસબુક ફ્રેન્ડ બનાવી લોકોને ઠગવાનું ષડયંત્ર બનાવતા હતા. ત્રણેયની ધરપકડ સાથે ત્રણ લેપટોપ, ૨૧ મોબાઈલ ફોન, ૭૬૯૫૦ રોકડ, ૧૦ પાસબુક તેમજ ચેકબુક, ૨૭ ડેબીટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી હતી.
છ વર્ષથી પાક. જેલમાં સબડતા ‘ફેસબુક ફ્રેન્ડ’નો છુટકારો !!!
આજ રોજ મુળ ભારતીય હમીદ નેહલ અંસારી જે છ વર્ષ પહેલા સોશ્યલ મીડિયા ઉપર બનેલી દોસ્તને મળવા માટે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યા હતા તે હમીદને આજે પાકિસ્તાન સરકાર દ્વારાસજા પુરી થતાં છૂટકારો આપવામાં આવ્યો છે. હવે હમીદને ફરીથી ભારત મોકલવામાં આવશે. આજથી છ વર્ષ પહેલાઅંસારી તેની ફેસબુક ફ્રેન્ડને પાકિસ્તાન મળવા જતાં પાકિસ્તાન સરકારે તેને જાસુસ હોવાના આરોપ સાથે તેની ધરપકડ કરી હતી.
હમીદનો કિસ્સો ખાસ એટલા માટે છે કારણ કે, પહેલી વખત બન્યુ કે, સજા પુરી થયા બાદ તરત જ કેદીને છુટકારો મળ્યો હોય. કરતાર પુર કોરીડોર ખુલ્લો મુકાતા ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા સંબંધો સુધર્યા હોવાને કારણે હમીદને તરત જ ભારત પરત મોકલવામાં આવશે. હાલ ભારતની જેલમાં ૪૮૨ માછીમારો અને ૪૯ નાગરિકો કેદ છે. જેનો છૂટકારો કયારે થશે તેની વાટમાં ભારત બેઠુ છે.