આંધ્રપ્રદેશમાં સોમવારે ત્રાટકેલા દેશભરમાં વર્ષનાં 7માં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. વાવાઝોડાના કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા આ ઉપરાંત વિજયવાડામાંભૂસ્ખલન થવાથી એક વ્યક્તિ મૃત્યુ પામી હતી.
આ વાવાઝોડાંને લીધે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. બંગાળઅને ઝારખંડમાં પણ વરસાદ પડી શકે છે.
તોફાનનાં કારણે ટ્રેન અને વિમાનની સેવાઓ પણ મોટી અસર જોવા મળી હતી. આ વાવાઝોડાની રાજ્યમાં સૌથી વધુ અસર પૂર્વ ગોદાવરી જિલ્લા પર થઈ હતી. ત્યારબાદ બપોર પછી વાવાઝોડુ કોત્રેનિકોનામાં પ્રવેશ્યું હતું. આ તોફાનને કારણે 20,000થી વધુ લોકોને રાહતકેન્દ્રોનો આશરો લેવો પડ્યો છે.