૧૫થી વધુદેશના પતંગવીરો પતંગ મહોત્સવમાં ભાગ લેશે: મેયર બીનાબેનઆચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત
દર વર્ષે ઉતરાણના તહેવાર પૂર્વે રાજય પ્રવાસન વિભાગ અને મહાનગરપાલિકાદ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવે છે. આગામી ૧૦મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે પતંગ મહોત્સવ યોજાશે એવી જાહેરાત આજે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગતવર્ષથી પ્રવાસન નિગમ સાથે મહાપાલિકા દ્વારા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાંઆવે છે. ગત વર્ષે રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવને સફળતા પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે પણ રેસકોર્સ ખાતે ૧૦મી જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાંજ સુધી પતંગ મહોત્સવ યોજાશે.જેમાં ૧૫ દેશોના પતંગવીરો ભાગ લેશે. આ ઉપરાંત દેશનાઅલગ-અલગ શહેરોના પતંગવીરો પણ ઉમટી પડશે. પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરીદેવામાં આવી છે