કોર્પોરેશનની જનરલબોર્ડમાં નગરસેવકોના પ્રશ્રનો ની ચર્ચા કે કોઈ દરખાસ્ત અંગે નિર્ણય નહીં લેવાય: ચુંટણીપંચના અભિપ્રાયની રાહ જોતું તંત્ર
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે મંગળવારના રોજ મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળનારી છે. જસદણવિધાનસભા બેઠકની પેટાચુંટણીની આચારસંહિતા હાલ અમલમાં હોવાના કારણે બોર્ડ બેઠકમાં કાર્યવાહી કરી શકાય કે કેમ ? તે અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. દરમિયાન તેઓએ રાજય ચુંટણીપંચ સમક્ષ આ અંગે અભિપ્રાય માંગ્યો છે પરંતુ આજ સુધીમાંચુંટણીપંચ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો નથી. જો આવતીકાલે સવાર સુધીમાં કોઈ અભિપ્રાય નહીં આવે તો કાલે મળનારી જનરલ બોર્ડની બેઠક માત્ર ‘વંદે માતરમ્’ના ગાન પુરતી સીમીત રહેશે. નગરસેવકોના કોઈ પ્રશ્ર અંગે ચર્ચા કરવામાં આવશે નહીં કે દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે નહીં.
કાલે જનરલ બોર્ડની બેઠકમાં અલગ-અલગ ૧૧ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના૧૩ કોર્પોરેટરોએ ૨૩ અને કોંગ્રેસના ૨૪ કોર્પોરેટરોએ ૫૬ પ્રશ્નનો બોર્ડમાં રજુ કર્યાછે. બોર્ડના એક કલાકના પ્રશ્રનો તરી કાળમાં કુલ ૩૭ કોર્પોરેટરોના૭૯ પ્રશ્રનો ની ચર્ચા થવાની છે. રાજકોટ જિલ્લાના જસદણની વિધાનસભાબેઠક માટે આગામી ૨૦મીના રોજ પેટાચુંટણી માટે મતદાન યોજાવાનું છે. હાલ આચારસંહિતા અમલમાં હોય જનરલ બોર્ડની બેઠકમાં દરખાસ્તો અંગે નિર્ણય લઈ શકાય કે નગરસેવકોના પ્રશ્રનો ની ચર્ચા કરી શકાય કે કેમ ? તે અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી કમ કલેકટર ડો.રાહુલ ગુપ્તા પાસે માર્ગદર્શન માંગ્યું હતું. દરમિયાનકલેકટરે રાજય ચુંટણીપંચ સમક્ષ અભિપ્રાય માંગ્યો છે પરંતુ આજસુધી ચુંટણીપંચ દ્વારા કોઈપણ પ્રકારનો અભિપ્રાય આપવામાં ન આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જો ચુંટણીપંચ દ્વારા કોઈ પણ અભિપ્રાય આપવામાં આવશે નહીં તો આવતીકાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પ્રશ્રનો તરી કાળમાંકોઈપણ નગરજનોના પ્રશ્રનો ની ચર્ચા થશે અને દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવશે.ટુંકમાં જનરલ બોર્ડની બેઠક ‘વંદે માતરમ્’ના ગાન પુરતી સીમીતરહેશે.