મટીરીયલ્સ, મેન પાવર, મશીનરી અને વ્હીકલ સપ્લાય માટે ઈ-ટેન્ડરને અલવિદા: મ્યુનિ.કમિશનરનો પરિપત્ર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મટીરીયલ્સ, મેનપાવર, મશીનરી અને વ્હીકલ સપ્લાય જેવી ખરીદી માટે હવે ઈ-ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે નહીં. ચીજ-વસ્તુઓની ખરીદી અને સેવાઓ મેળવવા માટે ભારત સરકારના ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જીઈએમ) પોર્ટલ મારફતહવે મહાપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવશે. આ અંગે આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા વિધિવત પરિપત્ર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યો છે.
આ પરીપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મટીરીયલ્સ,મેન પાવર, મશીનરી અને વ્હીકલ સપ્લાય સહિતની બાબતોમાટે ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા કરી ટુ બીડ પઘ્ધતિથી હાલ ભાવો મંગાવવામાંઆવે છે. આ પ્રક્રિયામાં બિનજ‚રી સમય, નાણાઅને માનવ કલાકોનો વ્યય થાય છે અને દર વખતે આવેલી ઓફરમાંથી ફાયદો થતો હોય તેવું લાગતું નથી. જેને ધ્યાનમાં રાખી હવે કોર્પોરેશન દ્વારા ચીજ-વસ્તુઓની ખરીદી અને સેવા મેળવવા માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જીઈએમ)પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે અને તમામ શાખાના વડાઓએ જીઈએમ પોર્ટલનો ઉપયોગ કરવો ફરજીયાત છે. આ માટે જીઈએમ પર બાયર તરીકેની રજીસ્ટ્રેશન માટેની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે ઝુંબશ હાથ ધરવાની રહેશે. દરેક શાખાએ જીઈએમ મારફત ખરીદી અને તેના સંકલન થતા અમલીકરણ માટે એક નોડલ ઓફિસરની નિમણુક કરવાનીરહેશે. આ નોડલ ઓફિસર ખાતાના વડાની કચેરી માટે જીઈએમ માસ્ટર ટ્રેનરતરીકેની કામગીરી કરશે. આ નવી પઘ્ધતિથી ખરીદી માટે મહાપાલિકાને દેશભરની બજાર મળી રહેશે અને ખુબ જ મોટો ફાયદો થશે.