એલઇડી અને સોલાર દ્વારા રાજકોટ રેલવે ડિવીઝને ૪૯ લાખની ઉર્જા બચાવી
રાજકોટ મંડલને વર્ષ ૨૦૧૭-૧૮માં ઉર્જા સંરક્ષણ માટે રાષ્ટ્રીયસ્તરે ૫ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું. ઉર્જા બચાવવા જામનગર સ્ટેશનતેમજ રાજકોટ રેલવે હોસ્પિટલને દ્વિતિય તથા દ્વારકા, સુરેન્દ્રનગરતેમજ રાજકોટ સ્ટેશનને ત્રીજો પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર ઉર્જા મંત્રાલય ભારત સરકારના બ્યુરો ઓફ એનર્જી એફીશીયન્સી દ્વારા આપવામાં આવે છે. જે દર વર્ષે ખાનગી તેમજ સરકારી ક્ષેત્રોના ઉર્જા બચાવવા માટેના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે આપવામાં આવે છે.
આ અંગે વધુ જણાવતા રેલવે મંડલના મુખ્ય રેલ પ્રબંધક પી.બી.નિનાવેને જણાવ્યું કે, સોલરપેનલ અને એલઈડી દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનને ૪૯ લાખની ઉર્જા બચાવી છે. રેલવે અને કેન્દ્ર સ રકારના સહિયારા પ્રયાસથી આ પેનલ લગાવવામાં આવી છે.વધુમાં નિનાવેએ જણાવ્યું કે, રાજકોટ રેલવે મંડળમાંદર મહિને ૪ લાખ યુનિટ વીજળીનો વપરાશ થાય છે. જયારે સોલાર પેનલદ્વારા ૧૩ હજાર યુનિટ જનરેટ થાય છે. એટલે ઉર્જાની થોડી ઘણી બચતથાય છે.
આ ઉપરાંત સોલાર પેનલ લેવલ ક્રોસીંગ ગેટ પર પણ લગાવવામાં આવ્યા છે. જેમાં ૨૦ અન મેન ગેટ પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. આ સોલર પેનલ રાજકોટ, જામનગર, ઓખા,સુરેન્દ્રનગરમાં લગાવવામાં આવી છે. આ સાથે રાજકોટ ડીઆરએમ ઓફીસમાં પણ સોલાર પેનલ લગાવવામાં આવી છે.
તાજેતરમાં વિજ્ઞાન ભવન નવી દિલ્હીના આયોજિત સમારોહમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનેઆ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી.નિનાવેને આપ્યો હતો. આ અવસર પર પશ્ચિમ રેલવેના મુખ્ય વિદ્યુત સર્વિસ એન્જિનીયર કે.એસ.ચૌહાણ તથાવરિષ્ઠ સેકશન એન્જિનીય આર.સી. સકસેના પણ ઉપસ્થિત રહ્યાં.
નિનાવેએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ મંડલ દ્વારા ઉર્જા સંરક્ષણ માટેજે પ્રયાસ થયા તેમાં સોલર ઉર્જાનો અધિક ઉપયોગ એલઈડી ફીટીંગ, વીજળીનીબચત કરતા પંખા, સ્ટાર રેટેડ એયર કંડિશનર તથા રેલવે સ્ટેશન પર ઓટોમેટીક વિદ્યુત વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે મંડલ સ્ટાફ દ્વારા પણ વિજ બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત ન હોય ત્યારે લાઈટ તેમજ પંખા બંધ રાખવામાં પ્રેરિત કરાય છે.
ઉર્જા બચાવો અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ રેલવે ડીવીઝનના રાજકોટ જામનગર, દ્વારકા,સુરેન્દ્રનગર સ્ટેશનોએ વીજ બચાઓ ઝુંબેશ આદરવામાં આવી હતી. જેના ફલસ્વ‚પે વર્ષ દરમિયાન ૭.૩૧ લાખ વીજ યુનિટની બચત થઈ હતી અને ૪૮.૯૬લાખ રૂપિયાની આર્થિક બચત થઈ છે.
રેલવે મંડળના સોલાર પેનલના આગામી કાર્યક્રમમાં ૫૮ સ્ટેશનો તેમજ ૬૦ થી ૭૦ સર્વિસ બિલ્ડીંગોને સોલાર અને એલઈડીથી જોડવામાં આવશે. રેલવે ડિવિઝનના ૩૦૦૦ કવાર્ટસનો પણ એલઈડી પ્રકાશિત કરવાનું રેલવે મંડળનું આયોજન છે.
જામનગરમાં સોલાર એલઈડી દ્વારા ૮.૬૪ લાખ રૂપિયાની બચત થઈછે. જયારે રાજકોટ રેલવે હોસ્પિટલમાં ૭.૧૨ લાખ રૂપિયાની સ્ટેશનમાં૬.૩૭ લાખ અને ૮.૪૭ લાખ રૂપિયાની બચત થઈછે. તો રાજકોટ સ્ટેશનમાં ૧૮.૩૬ લાખ રૂપિયાની બચત થઈછે.
કુલ મળી આ પાંચે સ્થાનો પર કુલ ૪૮.૯૬ લાખ રૂપિયાની તથા ૭.૩૧ લાખ યુનિટની બચત થઈ છે.