ઈ.સ.૧૫૦ વર્ષ પૂર્વેથી આજ સુધીના સિકકાનું જિજ્ઞેશ શાહ દ્વારા કલેકશન
પિતાએ બર્થડે ગિફટમાં ૧૦ પૈસાના સિકકા આપ્યા ને કલેકશનમાં રસ પડયો
૮૫ સ્ટેટના સિકકા એકત્રીત
શોખ પુરો કરવા બિઝનેસમાંથી સમય કાઢી ફર્યા છે ૨૦૦થી વધુ ગામો
‘યુનિક વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૪’માં સ્થાન
દેશના દરેક રાજયના સિકકા ભેગા કરવાનો જિજ્ઞેશ શાહનો ટારગેટ
તસ્વીરમાં નજરે પડે છે જે પોસ્ટ કવર ઇ.સ.૧૮૮૭ના વર્ષના છે. જેમાં રાણી વિક્ટોરીયાની છાપ છે. આ પ્રકારના ૧૮૭૦થી ૧૯૦૫સુધીના પોસ્ટ કવરનો જીજ્ઞેશભાઇએ સંગ્રહ કર્યો છે.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈકને કંઈ શોખ ધરાવતા હોય છે. કોઈને કલા તો કોઈને સાહિત્ય, સ્પોર્ટસ, ટ્રાવેલીંગ વગેરે જેવા અવનવા શોખ ધરાવતા હોય છે. ત્યારેરાજકોટના એક વેપારીને રાજા-રજવાડાઓ સમયના સિકકાઓ એકત્ર કરવાનો શોખ છે. તેઓએ અત્યાર સુધીમાં ૮૫ સ્ટેટના આશરે ૫૫૦ કિલોના સિકકાઓનું કલેકશન કર્યું છે.
રાજકોટની આજુબાજુના ગામોમાં સ્ટેશનરીની વસ્તુઓનું છુટક તથા હોલસેલમાં વેંચાણ કરતા વેપારી જિજ્ઞેશ શાહ કે જેઓ સિકકાઓ ભેગા કરવાનો શોખ ધરાવે છે. ત્યારે તેમણે ‘અબતક’ને આપેલી માહિતીમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમને ૧૯૯૧માં તેમના પિતાએ બર્થડે ગિફટમાં ૧૦ પૈસાના ૧૦૧ રૂપિયાના સિકકા આપેલા ત્યારથી તેમને સિકકા ભેગા કરવામાં રસ પડયો અને ઈ.સ.૧૯૯૧થી કલેકશન કરવાનું શરૂ કર્યું. આ માટે તેઓ ગુજરાતના આશરે ૨૦૦થી વધુ ગામોમાં ફરીને કોઈન્સ ભેગા કર્યા છે. જો કે ૧૯૯૪ સુધી તેઓને બેંકમાંથી જૂના સિકકાઓ મળી જતાં પરંતુ ત્યારબાદ સિકકા એકત્ર કરવા ગામો-ગામફરી રહ્યાં છે. અત્યારે તેઓએ આ શોખ પુરો કરવા માટે એક ગ્રુપ પણ બનાવેલુ છે. જેના મેમ્બરો એકબીજાને મળી પોતાના ધંધા-રોજગારમાંથી સમય કાઢી આ પ્રકારની કામગીરી કરે છે. જિજ્ઞેશભાઈને આ શોખ માટે તેમના પત્ની રીના શાહનો પણ પુરતો સહયોગ મળ્યો છે. તેમના દિકરા કૌશલના નામ પરથી “કૌશલ ન્યુ મિશમેટીં કરી સર્ચ સેંટરના નામે કમીટી બનાવી સિકકાઓનું કલેકશન કરી રહ્યાં છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, પ્રાચીનકાળમાં એન્સીયન્સ કોઈન આવતા. જેમાં હાથી, ગાય, માછલી, સિંહ વગેરે જેવી છાપ જોવા મળતી. પંચમાર્ક કોઈનમાં પાંચ અલગ અલગ છાપ જયારે સતવર્ધના કોઈન્સમાં ૭ છાપ જોવા મળતી. અત્યાર સુધીમાં તેઓએ પંચાલ, કુશાન, ગુપ્તા ઈમ્પીરીયર, હિન્દુ મીડિયેવલ, બ્રહ્માણી સલતન્ત, ગુજરાત સલતન્ત, બીજાપુર સલતન્ત, માલવા સલતન્ત આ ઉપરાંત મુગલ કોઈન્સમાં અકબર, જહાંગીર, શાહા આલમ પહેલો, શાહા આલમ બીજો, મોહમદ અકબર બીજો તેમજ અવધ, બન્સવારા, બરોડા, ભોપાલ, બીકાનેર, બુંદી, દાંતીયા, ખંભાત, ગ્વાલીયર, હૈદ્રાબાદ, જયપુર, જોધપુર, કચ્છ વગેરે સ્ટેટના સિકકાઓ ભેગા કર્યા છે.
જિજ્ઞેશભાઈને દેશના તમામ રાજા-રજવાડાઓના તથા દરેકરાજયના સિકકા એકત્ર કરવાનો ટાર્ગેટ છે. તેઓએ ૧૯૪૯થી ચલણી નોટનુંપણ કલેકશન શરૂ કર્યું છે. આ પ્રકારના શોખ માટે તેઓને ‘એન્સાયકલોપિડીયાઓફ હોબી’ પુસ્તકમાં પ્રોત્સાહન તેમજ ‘યુનિક વર્લ્ડરેકોર્ડ ૨૦૧૪’માં નોંધ લેવાયેલ છે. પુસ્તકમાં તેઓએ સિકકાની જાળવણી, ભાષા, ધાતુનું મિશ્રણ વગેરેની માહિતી આપી છે. કચ્છનાઢબુ, ઢીંગલો, આધ્યો, પાઈલો, ત્રાંબીયો વગેરે જેવા સિકકા ભેગા કર્યા છે. તેમની પાસે એકત્રીત સિકકામાં સૌથી વજનવાળા મારવાડ, જયપુર, જોધપુરના સિકકાઓ છે. હાલદસના સિકકાઓનો બજારમાં નકલી સમજી વિનીમય થતો નથી ત્યારે તેઓ સર્વે રાજકોટ વાસીઓને આસિકકા વિનીમયમાં વાપરવા અનુરોધ કરે છે.
રૂ.૮૦માં ખરીદેલા સિકકાની કિંમત આજે રૂ.૧૪૦૦૦…!
તસ્વીરમાં દેખાતો નાનો સફેદ રંગનો સિકકો જે ઈ.સ.૧૩૫ વર્ષ પૂર્વેનો છત્રય કાળનો રૂદ્રસેના-બીજા વખતનો છે. જેમાં એકતરફ રાજાનો ચહેરો, સાલ અને ગ્રીક ભાષામાં લખાણ તો બીજી બાજુ ૨-સૂર્ય, પર્વત, નદી, ફુલ તથા બ્રાહ્મી ભાષામાં રાજાનું તથા તેના પિતાનું નામ લખેલ છે. આ સિકકાનું વજન આશરે ૨.૧૪ ગ્રામ તથા ગોળાઈ ૧૪.૫ એમએમ છે. જિજ્ઞેશભાઈ એ જે તે સમયે ખરીદેલા સિકકાની કિંમત આજે અધધધ… રૂ.૧૪૦૦૦ જેટલી છે.