આપણે સૌ મોબાઈથી એટલા બધા ઘેરાયેલા છી કે વાત ન પૂછો. મોબાઈલે દુનિયાનેસૌથી સરળ કરી દીધી છે. જ્યારે પહેલાના જમાનામાં મોબાઈલ જેવા ઉપકરણો ન હતા ત્યારે લોકો પત્ર લખીને એક ગામ થી બીજે ગામ સંદેશો મોકલાવતા હતા. આ સંદેસો તેઓ પોસ્ટદ્વારા, કબૂતર, અને હાથો હાથ મોકલતા હતા. ત્યારે આ સંદેસો મોકલવામાં ઘણો સમય લાગતો હતો. અમુક વાર તો એવું પણ બનતું કે ઘરે કઇં પ્રસંગ હોય અને પત્ર બીજે ગામ મોકલ્યો હોય તો તે લોકોને પ્રસંગ પૂરો થઈ જાય ત્યારે આ પત્ર મળતો હતો.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે ટેકનૉલોજી આટલી બધી આગળ વધશે. માત્ર આંખના પાલકારે આપનો સંદેસો બીજી જગ્યાએ પહોંચી જશે. હજારો કોલોમીટર દૂર બેઠેલા મિત્રો, ભાઈ-બહેન, સગા સબંધી સાથે કોઈપણ અડચણ વગર વાત કરી શકશો. આજના યુગમાં આ બધુ શક્ય છે. પરંતુ આજથી 100 વર્ષ પહેલા લોકો આવી વાતું કરતાંત્યારે માત્ર આ વસ્તુ ની કલ્પના જ કરી સકાતી. ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે ટેકનૉલોજી એટલી આગળ વધી જશે.
વર્ષ 1876 માં, પ્રેક્ટિકલ રીતે ટેલિફોન નો ઉપયોગ દર્શાવી ને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે આ શોધ માટે ની પ્રાથમિક પેટન્ટ યુ.એસ માં પોતાના નામે નોંધાવી હતી. એટલે જ તમેને ટેલિફોન ના શોધક તરીકે ઓળખવામાં આવેછે.
આપણે હાલમાં મોબાઇલની વાતું કરી રહ્યા છીએ શું આપ જાણો છો મોબાઇલની પહેલાનીદુનિયા વિશે…??? પહેલા કેટલા કિલોનાઅને કેવા ફોન આવતા હતા…??? સૌ પ્રથમ વાયરલેસ ફોન સૈન્યના જવાનો ઉપયોગમાં લેતા હતા. તેનો પ્રથમ નાગરિક ઉપયોગ 17 જૂન 1946ના દિવસે અમેરિકાના સેન્ટ લૂઈસમિઝૂરી ખાતે કરવામાં આવ્યો હતો. તે સમયે બેલ સિસ્ટમ મોબાઇલ ટેલિફોનિક સર્વિસનાનામે એક કાર દ્વારા વાયરલેસ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઉપરાંત તે સમયે તેને કાર ફોન એવું નામ પણ આપવામાં આવ્યું હતુ આફોનનો વજન અંદાજે 36 કિલોગ્રામહતો.
વિશ્વની પ્રથમ કોમર્શિયલ ફોન સેવા 1979માં એનટીટી દ્વારા જાપાનના ટોક્યો શહેરમાં શરૂ કરવામાં આવી હતી. તે પછી 1981માં ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં મોબાઇલ ફોન સેવા શરૂ કરવામાં આવી હતી. તેનું નામ નોર્દિક મોબાઇલ ટેલિકોમ (એનએમટી) હતું . 1983માં અમેરિકાએ 1જી ટેલિફોન નેટવર્ક અમેરિટેક નામથી શિકાગોમાં સેવા શરૂ કરી હતી. જ્યારે ભારતમાં પ્રથમ મોબાઇલ ફોન સેવા 15 ઓગસ્ટ 1995માં દિલ્હી ખાતે નોન પ્રોફેશનલ ઢબે શરૂ થઈ હતી.
હલમાંતો મોબાઈલ એટલા બધા વિકસી રહ્યા છે કે વાત જ ના પૂછો એમાં પણ આ એડ્રોઈડ ફોને તો હોહા મચાવી દીધી છે. આ બધી તો થઈ ફોન ની વાત પરંતુ ઘણા એવા પ્રશ્નો પણ મનમાં સતાવે છે કે એવું તેમોબાઇલમા શું હોય છે જેનાથી લોકો દિવસેને –દિવસે આકર્ષિત થતાં જાય છે. લોકો રાત દિવસ મોબાઇલમાં જ પડ્યા હોય છે. શું લોકોને ખરેખર આટલી બધી મોબાઇલની જરૂરિયાત છે…???
એક અનોખો વિચાર :
સવારે ઊઠીએ ત્યાર થી લઈને રાત્રે સૂઈ ત્યાર સુધી ફક્ત મોબાઈલ. જોજો આમોબાઇલની એક આડ અસર તમારા ફેમેલી ઉપરતો નથી પડતી ને…?? શું મોબાઈલ તમારા વિકાસને આટકાવી રહ્યોછે..??
એક રિસર્ચ મુજબ અને લોકોના અલગ અલગ અનુભવ મુજબ જાણવા મળ્યું છે કે રાત્રે સૂતી વખતે મોબાઇલને પાસે રખીને સુવાથી સવારે ઉઠાવમાં મોડુ થાય છે. અને જો મોબાઈલ ને આપની દૂર રાખીને સૂઈએ તો સવારે વહેલું ઉઠાઈ જાય છે. એવું તો વરી શું કારણ …??? આ અનુભવ ક્યારેક તમે પણ કર્યો જ હશે….
એવું કહેવામા આવે છે કે મોબાઇલમાં અમુક એવા તરંગો હોય છે જે લોકોને પોતાની તરફ આકર્ષીને રાખે છે. જો મોબાઈલ આપણી આસપાસ હોય તો તે તરંગો આપણે તેની તરફ ખેચાયેલા જ રહી છીપરંતુ જેવા આપણે તેનાથી દૂર જઈએ તો મોબાઈલ પોતાની તરફ ખેચવાનો પ્રયત્ન કરે છે.જેનાથી આપણે સવારે વહેલા ઉઠી જાય છે.
સોસિયલ મીડિયાની ઘેલછા :
આ ઉપરાંત હાલમાં સોસિયલ મીડિયામાં પણ લોકોની ઘેલછા દિવસે ને દિવસે વધી રહી છે. લોકો સોસિયલ મીડિયામાં એટલા બધા ગૂચાવાયેલા રહે છે કે તેઓને બારની દુનિયાની ભાન જ રહેતી નથી. એમાં પણ કહી શકાય કે લોકોએ સોસિયલ મેડિયાને પોતાના વસમાં નથી કર્યું પરંતુ સોસિયલ મીડિયાએ લોકોને પોતાના વસમાં કરી લીધા છે.
સોસિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબૂક, વોટ્સએપ, ટ્વિટર, ઇનસ્ટાગ્રામ, હાઈક, ટેલિગ્રામ જેવી એપ એ લોકોને પોતાની અંદર સમાવી લીધા છે.
લોકોઆ સોસિયમ મીડિયામાં એટલા બધા ઘૂચવાય ગયા છે કે હવે એમની પાસે ટાઈમ રહ્યો નથી. હાલમાં સોસિયલ મીડિયા લોકોનો સૌથી વધુ ટાઈમ ખાઈ રહ્યો છે.
લોકોને ટાઈમ પાસ માટે એક યંત્ર જોતું હતું જેમાં તે પોતાની થોડો સમય મનોરંજન કરી સકે પરંતુ ફેસબૂકે લોકોને એવા ઝકડીને રાખ્યા છે કે ના તો હવે તે ઘરના રહ્યા નાતો ઘાટના…
હાલમાં મોબાઇલમાં સેલ્ફિનો ક્રેઝ વધી રહ્યો છે એવામાં લોકો એવા આ સેલ્ફિ વિષે ગાંડા થયા છેકે એની વાત જ ન પૂછો.
અત્યારના લોકોમાં દેખાદેખી નો ભાવ વધી રહ્યો છે. આરી પાસે આ મોબાઈલછે તો મારી પાસે કેમ નહીં. તેથી લૂ ગાડરિયા પ્રવાહની જેમ આ દિશામાં આગળ વધી રહ્યા છે.
મોબાઈલનો ઉપયોગ પણ એટલો જ કરવ જોઈએ જેટલો જરૂરી હોય. સોસિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ ખુબજ સાવચેતી રાખવી જોઈએ અને તેનો ગેરઉપયોગ ના થાય તેની કાળજી લેવી જોઈએ.