ઘર પાસે બમ્પ બનાવવાના પ્રશ્ર્ને ઝઘડો થતા ચારેય શખ્સોએ મારામારી રૂ.૩૭ હજારની સોનાની વીંટી લૂંટી લીધી
જૂનાગઢમાં દિવસે દિવસે ચોરી લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. પ્રજા હવે અસુરક્ષીત અનુભવી રહી છે ત્યારે જૂનાગઢના બમ્પ તોડી રહેલા આવારા તત્વોને સમજાવવા ગયેલા નિવૃત પોલીસ કર્મચારીને ૬ શખ્સો મારમારી ૩૭૫૦૦ની લૂંટ ચલાવી હતી. જૂનાગઢમાં શાંતેશ્વર રામાપીરનાં મંદિર પાસેરહેતા નિવૃત એએસઆઈ કાળાભાઈ પાલાભાઈ દાફડા ગત શનિવારે ઘરે હતા. ત્યારે ચીમન લાખાણી, સંદિપ કોળી હાથમાં લોખંડનો ઘણ લઈ ઉશ્કેરાઈને બમ્પ કોણે બનાવ્યો રાઠો પાડી રહ્યા હતા.
આ તત્વો સાથે અન્ય ૪ શખ્સો પણ હતા. જેઓ બમ્પ તોડી નાખવો છે.અમે કહી રહ્યા હતા જોકે કાળાભાઈ તેમને સમજાવવા ગયા હતા જેથી ચીમને કાળાભાઈને જ્ઞાતી પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ચીમન અન્ય એક નેપાળી જેવા દેખાતા શખ્સે કાળાભાઈને પકડી રાખી મારમારી હાથમાં પહેરેલ ૩૭૫૦૦ની કિમંતની સોનાની વીંટી બળજબરીથી કાઢી લીધી હતી. અને બાઈકમાં કરાર થઈ ગયા હતા. આ અંગે નિવૃત પોલીસ કર્મીએ બી ડીવીઝન પોલીસમાં ચીમન, સંદીપ કોળી, નેપાળી, રામા સહિત કુલ છ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.