ટોસ જીતીને બેટિંગકરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 326 રન જ બનાવ્યાં છે.જે બાદ પહેલી ઈનિંગ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ લંચ સુધીમાં 8 વિકેટ ગુમાવી 261 રન બનાવ્યાં છે.
કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ 74 રનની પાર્ટનરશીપકરીને ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શરૂઆતી ઝટકાઓથી બચાવ્યાં હતા. જે બાદ કોહલી અને અજિંક્ય રહાણેની 91 રનની ભાગીદારી કરીહતી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરની 25મી સેન્ચુરી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીની આ છઠ્ઠી સેન્ચુરી છે.