પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર કાં તો એક નિષ્પક્ષ પ્રદેશ છે અથવા આવકનો સ્રોત છે. પીએમ મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વાર તામિલનાડુમાં ભાજપ કાર્યકર્તાઓની સાથે સંવાદ કરતા કહ્યું કે, તેઓ બધા (કોંગ્રેસ) આ પૈસા બનાવવાનો રસ્તો માને છે ભલેને પછી તેનાથી આપણા દળોના મનોબળ પર અસર કેમ ન થતી હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને આપણા દળો પર ગર્વ છે અને તેમના પર વિશ્વાસ છે.
વાદપ્રધાનનરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાઓ સર્જિકલ સ્ટ્રાઈકની મજાક કરે છેજયારે બીજી બાજુ, તેઓએ ૧૯૪૦-૫૦ ની વચ્ચે બીચ જીપ સ્કેમ અને 80ના દાયકાદરમિયાન બોફોર્સ, ઓગસ્ટા-વેસ્ટલેન્ડ અને સબમરીન જેવા કૌભાંડોકરી સંરક્ષણ ક્ષેત્રને લૂંટયું છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસને સંરક્ષણ ક્ષેત્રપૈસા કમાવવાનો રસ્તો દેખાય છે,પછી તેનાથી સેનાના મનોબળને અસરકેમ ન થતી હોય પણ અમને સેના પર ગર્વ છે અને તેમના પર પૂરો વિશ્વાસ છે.
તાજેતરમાં જરાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વખતે મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક પર પ્રશ્નાર્થ મુદ્દેકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નિંદા કરી હતી અને મોદીએ કહ્યું હતું કે સેનાનીસર્જિકલ સ્ટ્રાઈક પર વિરોધ પક્ષ ગર્વ અનુભવવાને બદલે નિરાશ થઈ ગયો હતો. તો સામાપક્ષે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકનો રાજકીય જશ ખાટવાઉપયોગ કર્યો છે,તેઓ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં નિષ્ફળરહ્યા છે. રાહુલે રાફેલ ડીલ મુદ્દે પણ મોદી પર આરોપો મૂકયા છે,તેઓએ આરોપ લગાવ્યો છે કે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે અને મોદી જયારેફ્રાન્સની મુલાકાતે ગયા હતા ત્યારે સોદો બદલ્યો હોવાની શંકા વ્યકત કરી હતી.