નૂતન દિક્ષીત સાધ્વીરત્નાઓને પંચ મહાવ્રતોથી આરોહિત કરીને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી આવી
નૂતનદીક્ષિત સાધ્વીરત્ના પૂજ્ય સ્વમિત્રાજી મહાસતીજી તેમજ આરાધ્યાજી મહાસતીજીની વડી દીક્ષાનો અવસર રાજકોટના ડુંગર દરબારમાં આજે સંપન્ન થયો છે.
ડુંગર દરબારના વિશાળ પ્રાંગણમાં ઉપસ્તિ હજારો ભાવિકોની નવદીક્ષિત મહાસતીજીઓના દર્શનની રાહ તકતી આંખોની સાક્ષીએ જયારે નૂતનદીક્ષિત મહાસતીજીઓ પધાર્યા ત્યારે તેમનું અત્યંત અહોભાવપૂર્વક એક વીરાંગનાના પ્રવેશ જેવા આદર-સત્કાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષમાં ગત રવિવારે દીક્ષા દિનના દિવસે જ દીક્ષા મંડપના ગેટની તોતિંગ કમાન જેમના મસ્તક પર પડતાં અત્યંત પણે ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બનવા છતાં અને હોસ્પિટલમાં મસ્તકે ૨૭ સ્ટીચીઝ સોની સારવાર લઈને એ જ દિવસે એક વીરાંગનાની માફક દીક્ષા અંગીકાર કરનારા એવા નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીના પ્રવેશ સાથે જ હજારો મસ્તક એમના ચરણમાં નત્ત બની ગયાં હતાં.
જૈન દર્શનમાં સામાયિક ચારિત્ર રૂપ દીક્ષા અર્પણ કર્યા બાદ સાતમા દિવસે પંચ મહાવ્રત રૂપી છેદોપસ્થાપનિયા ચરિત્રી સંયમમાં સદાને માટે સપિત કરવાની વાત બતાવવામાં આવી છે તે મુજબ બંને નૂતનદીક્ષિત આત્માઓને પંચ મહાવ્રતોથી આરોપિત કરીને સંયમ ધર્મમાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.
પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબના મુખેથી બંને સાધ્વીરત્નાઓને ક્ષેત્ર વિશુદ્ધિની વિધિ કરાવ્યાં બાદ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદી પ્રગટતાં પ્રભુ કથિત શ્રી દશવૈકાલિક સૂત્ર આગમમાં આલેખિત વચનો સાથે પાંચ મહાવ્રતોમાં બંને સાધ્વીરત્નાઓને સપિત અને ઉપસપિત કરવામાં આવતાં નૂતનદીક્ષિત મહાસતીજીઓ ધન્ય ધન્ય બની ગયાં હતાં.
આ અવસરે રાષ્ટ્રસંતે સમજાવ્યું હતું કે, માનવજન્મની પ્રાપ્તિ, પ્રભુધર્મની ઉપલબ્ધિ અને સ્વયંના અંતર આત્મામાથી પ્રગટતી સંયમ જીવનની શ્રેષ્ઠ અનુભૂતિની ક્ષણ લાખો લાખો જન્મ પછી સર્જાતી હોય છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે મુમુક્ષુ આત્માને સામાયિક ચરિત્રી દીક્ષિત કર્યા બાદ જે પંચ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે, તે સંયમી આત્મા માટે આ જગતની શ્રેષ્ઠ ગીફ્ટ હોય છે. પંચ મહાવ્રતો રૂપી આ દીક્ષા તે એક સંયમી આત્મા માટે પંચમ ગતિ પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની જતી હોય છે.
ઉપરાંતમાં દીક્ષાના દિવસે જ મરણાંતિક ઉપસર્ગ અને વેદના આવવા છતાં એક વીરાંગનાની માફક દીક્ષા અંગીકાર કરનારા નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીની ધીરતા, વીરતા અને શૂરવીરતાની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, જેને નમસ્કાર કરવા ન પડે પરંતુ નમસ્કાર ઈ જાય એવા આ મહાસતીજીની પોતાના આત્મબળી સંયમ માર્ગ પર આગળ વધી રહ્યાં છે.એમને આવેલી આ વેદનાને પણ વૈભવમાં પરિવર્તિત કરીને એમણે જિનશાસનના મસ્તકને ઉન્નત કરી દીધું છે.
જે અમૂલ્ય વચનો દ્વારા નૂતનદીક્ષિતને વડી દીક્ષાનાં પાઠ ભણાવ્યાં તે પ્રભુ વચનોને આલેખિત કરતાં શ્રી દશવૈકાલિક સૂત્ર આગમની પાવન પોથી શ્રી વિરેશભાઈ ગોડાના હસ્તે અત્યંત અહોભાવ પૂર્વક રાષ્ટ્રસંકના કર કમલમાં અર્પણ કરવામાં આવી હતું.
આ અવસરે છેલ્લા ૭ દિવસી પરમ આરાધ્યાજી મહાસતીજીની સારવારમાં સહયોગ આપનાર સિનર્જી હોસ્પીટલનાં ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું છે.
બન્ને નવદીક્ષિત સાધ્વીરત્નાઓનાં હૃદય ઉદગાર સમ અભિવ્યક્તિ સાંભળીને સંયમની શ્રેષ્ઠતાથી અહોભાવિત થયેલાં ભાવિકોની ભાવ સંવેદનાઓ સો કાર્યક્રમ સંપન્ન થયો હતો