ગુજરાતનું સૌથી વિશાળ ફુડ એક્ઝિબિશન
બીજા દિવસે ૧૦ હજારથી વધુ મુલાકાતીઓ ઉમટયા
અત્યાધુનિક ફુડ પ્રોડકટસ, ખાદ્યઉત્પાદક-ટ્રેડર્સ-સપ્લાયર, એક્ષપોર્ટર તેમજ ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મશીનરી માણવાનીઉત્તમ તક
હોટેલ, રેસ્ટોરન્ટ, બેકરી, કેટરીંગ, ફરસાણ, ડેરી આઈટમ, નમકીન, ગૃહ ઉદ્યોગ, પેકેજીંગ, આધુનિક મશીનરી સહિતના ૪૫૦થી વધુ સ્ટોલ્સ
ગાંધીનગર ખાતે ખાદ્ય-ખોરાક એકઝીબીશન-૨૦૧૮નું ભવ્ય આયોજન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુંછે. જેનું ઉદઘાટન ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાંઆવ્યું હતું. આજે ખાદ્ય-ખોરાક એકઝીબીશનના બીજા દિવસે લોકોનો ભવ્ય પ્રતિસાદમળી રહ્યો છે. ચાર દિવસીય એકઝીબીશનમાં ૪૫૦ થી પણ વધુ ખાદ્ય-ખોરાક અંગેના સ્ટોર રાખવામાં આવ્યા છે. આ એકસ્પોમાં નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.
આજરોજ એકઝીબીશનના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ઉધોગપતિઓ તેમજ લોકો પ્રદર્શનને નિહાળવા પહોંચ્યા હતા. ૧૭મીડિસેમ્બર સુધી ચાલનારા ખાદ્ય એકઝીબીશનમાં હોટેલ, રેસ્ટોરન્ટ,કેટરીંગ, બેકરી મીઠાઈ, ફરસાણ,ડેરી, આઈસ્ક્રીમ, બેવરેજીસ,સોડા, નમકીન, ગૃહ ઉધોગ,પેકેજીંગ, આયુર્વેદ, સ્ટોર માટે રેફ્રીજરેટર, ઉપરાંત કેટરીંગની કેટલીક આધુનિક મશીનરી અનેખોરાકનું સંપૂર્ણ પ્લાન્ટ કરવામાં આવ્યું છે. એકઝીબીશનમાં મોટી સંખ્યામાં ખાદ્ય ઉત્પાદક ટ્રેડર્સ, સપ્લાયર્સ, એકસ્પોટરો તેમજ ઉધોગ સાથે સંકળાયેલા લોકોએ અત્યાધુનિક મશીનરી માણવાનો લ્હાવોલીધો હતો.
ખાખરા અને રોટલી બનાવવાના મશીનની ઓન ડિમાન્ડ: પ્રશાંતભાઈ
સિનર્જી ટેકનીકસ પ્રાઈવેટ લીમીટેડના પ્રશાંતભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી ખાદ્ય ખોરાક એકઝીબીશનમાં ભાગ લઈ રહ્યા છે અને તેમને દર વર્ષે લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની કંપની ખાખરાના મશીન, લોટ બાંધવાના મશીન તેમજ રોટલી બનાવવાના મશીનનું વેચાણ કરે છે.
બજારમાં હાલ રોટલી તેમજ ખાખરા બનાવવાના મશીનની માંગ વધુ છે. અમે વિશ્વભરમાં અમારા મશીનોનું વેચાણ કરીએ છીએ અને લોકોની લાઈફ સ્ટાઈલ મુજબ અમારા મશીનો ખુબ જ ડિમાન્ડીંગ છે.
પ્રોડકટની ગુણવતા જલોકોમાં વિશ્વાસ કેળવે છે: ચંદુભાઈ
પારસ એન્ટર પ્રાઈઝ એટલે કે નિરાલી બ્રાન્ડના ઓનર ચંદુભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની કંપની લોટ બાંધવાના મશીન, બટેટા બાફવાના મશીન આઉ૫રાંત પોટેટો સ્લાઈડર જેવા ચોપીંગ તેમજ ફુડ કટીંગ મશીનોનું નિર્માણ કરે છે.રાજકોટમાં તેઓ પોતાની કંપની ધરાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી તેઓ ખાદ્ય-ખોરાક એકઝીબીશનમાં ભાગ લઈ રહ્યા છે.
પારસ એન્ટરપ્રાઈઝ ૭૮ જાતની વિવિધ પ્રોડકટનું નિર્માણ કરે છે. અમારો સતત પ્રયત્ન હોય છે કે લોકોને સારી ગુણવતા ધરાવતી પ્રોડકટ આપવાની કોશિષ કરીએ. જેથી લોકોનો વિશ્વાસ જળવાય રહે. તેને પરીણામે આજે અમે ગુજરાતમાં નંબર વન મેન્યુફેકચઆર છીએ. જેનો અમને ગર્વ છે.
ઠંડી વસ્તુઓની ડિલીવરી માટે મોબાઈલ સ્કુટરમાં બેટરી ફ્રિઝર: સંજયભાઈ જૈન
એલાનપ્રો કંપનીના એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સંજયભાઈજૈને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીએ આજે ખાસ પ્રોડકટનુંલોન્ચીંગ કર્યું છે.
જે ગુજરાતમાં સૌપ્રથમ વખત આવી રહી છે. એલાનપ્રો મુળ રેફ્રીજરેટર બનાવવાનો બિઝનેસ ધરાવે છે. ૯ વર્ષથી શરૂ કરેલી તેમની કંપની ભારતની લીડીંગ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતુંકે, તેઓ મોબાઈલ સ્કુટરની સાથે બેટરી ફ્રીજર બનાવી રહ્યા છે.જયારે પણ ઠંડી વસ્તુઓની હોમ ડિલેવરી કરવામાં આવે ત્યારે આ મોબાઈલ સ્કુટરનીસુવિધા માટે ખાસ પ્રકારનું રેફ્રીજરેટર બનાવવામાં આવ્યા છે. આઉપરાંત તેઓ અત્યાધુનિક ટેકનોલોજી સાથે રેફ્રીજરેટરની વિવિધ રેન્જ લઈને આવ્યા છે.
ફ્રોઝન ફુડ આવનાર પેઢીની માંગ: ભુપતભાઈ
શિતલ કુલ પ્રોડકટના ભુપતભાઈએ અબતક સાથેની વાતચીતમાંજણાવ્યું કે, શિતલ આઈસ્ક્રીમ પહેલેથી જ ઓન ડિમાન્ડ રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય-ખોરાક એકઝીબીશનમાં હિસ્સોલઈ રહ્યા છે. ખાદ્ય-ખોરાક એકઝીબીશનના બીજાદિવસે લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. એકઝીબીશનમાં ૪૫૦ થીપણ વધુ ખાદ્ય-ખોરાક અંગેના સ્ટોર રાખવામાં આવ્યા છે.
આ એકસ્પોમાં રોકાણકારો તેમજ લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળે છે. વધુમાં તેમણે પોતાની કંપનીના ભવિષ્ય અંગે વાતકરતા જણાવ્યું કે, આવનારા સમયમાં તેઓ ફ્રોઝન ફુડ અંગે વિચારણાકરી રહ્યા છે. કારણકે તે આવનારી પેઢીની માંગ છે.
ઘરે બનતી ચા કે કોફીનો સ્વાદ મશીનમાં માણી શકાશે: નોમાનભાઈ
સેન્સો ફુડ પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેકટરનો માનભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ઈન્સ્ટન્ટ ટી અને કોફીના પ્રિમીક્ષ બનાવે છે. તેમનો ઉદેશ છે કે, લોકોનીરોજની ઉપયોગી વસ્તુ લોકોને પરવડે તેવી કિંમતમાં અને હાઈજીનીક રીતે મળી રહે માટે તેઓપ્રોડકટનું નિર્માણ કરે છે.
જેવી રીતે ઘરમાં બનતી ઉકાળેલી ચાનો અલગ જ સ્વાદ હોય છે તેવોજ સ્વાદ તેમના મશીનમાં બનતી ચા કે કોફીમાં મળી રહે તેવો તેમનો પ્રયાસ છે. જેથી લોકોના સમયને બચાવી શકાય. આવનારા સમયમાં તેઓ હર્બલ બ્રાન્ડ અનેસુગર ફ્રી પ્રોડકટ પણ લોન્ચ કરવાના છે.
કોર્નફલેકસ અને ચોકોઝબાળકોમાં લોકપ્રિય: નિલેશભાઈ
શાંતી’સ્ સ્નેકસપ્રાઈવેટ લીમીટેડના ઓનર નિલેશભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી પાસે નાસ્તાથી માંડીને અનેક હેલ્ધી પ્રોડકટ છે. જેમ કે કોર્નફલેકસ ચોકોઝ ઓટસ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ છે. કારણકે આ તમામ પ્રોડકટો ખુબ જ હેલ્ધી છે.માટે લોકો કોર્નફલેકસ અને ઓટસને વધુ પસંદ કરે છે. તો બાળકોમાં ચોકોફલેકસ સૌથી વધુ લોકપ્રિય છે જેમાં ચોકલેટના ટેસ્ટની સાથે બાળકોનેફાઈબર પણ મળે છે. બાળકોને દુધ સાથે આપવામાં આવે છે. ભવિષ્યમાં અમે મલ્ટી ગ્રેઈનસની સિરીઝ લોન્ચ કરવાના છે.