ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત જગતમંદિરના દર્શન ક્રમમાં ફેરફારથશે. સૂર્ય જયારે ધન અને મીન રાશીમાં હોય ત્યારે ધનુર્માસ કેક મુહૂર્તો ગણાય છે.
ધનુર્માસમાં ખાસ કરીને લગ્ન, વાસ્તુ, જનોઈ,ખાતમુહૂર્ત જેવા શુભ કાર્ય વર્જય ગણાય છે પરંતુ તે સિવાયના ધાર્મિક કાર્યોસત્યનારાયણની કથા, માતા રાંદલનું સ્થાન, શાંતિયજ્ઞ, ગ્રહયજ્ઞ, ચંડીપાઠ,જપ, તપ, દાન, લઘુ‚દ્ર જેવા અનેક ધાર્મિક કાર્યો કમુહુર્ત દરમિયાન પણ થઈ શકે છે. આ ઉપરાંત સૂર્ય ધન રાશીમાં હોય ત્યારે સૂર્યદેવનું પુજન કરવું ફળદાયી ગણાય છે. આ સાથે મંદિરોના દર્શન ક્રમમાં પણ ફેરફાર થાય છે. ધનુર્માસની સાત તિથિઓમાં જગત મંદિરના દર્શન ક્રમમાં ફેરફાર થયો છે.
તા.૧૫ના ઉત્થાપન દર્શનસાં જે ૪ થી ૭, તા.૧૬ના મંગલાથી મીઠાજળ સવારે ૭ થી ૧૨, ઉત્થાપન દર્શન સાંજે ૪ થી ૭, તા.૧/૧ના મંગલાથી મીઠાજળ સવારે ૭ થી ૧૨, ઉત્થાપન દર્શન બપોરે ૩ થી સાંજે ૬, તા.૨/૧ મંગલાથી મીઠાજળ સવારે ૬ થી ૧૧, ઉત્થાપન દર્શન બપોરે ૩ થી ૬, તા.૩/૧ મંગલાથી મીઠાજળ સવારે ૬ થી ૧૧, ઉત્થાપન દર્શન સાંજે ૪ થી ૭, તા.૪/૧ મંગલાથી મીઠાજળ સવારે ૭ થી ૧૨, ઉત્થાપન દર્શન સાંજે ૪ થી સાંજે ૭, તા.૧૫/૧ મંગલાથી મીઠાજળ સવારે ૭:૩૦થી ૧૨:૩૦, ઉત્થાપન દર્શન સાંજે ૫ થી સાંજે૮ સુધી આ તિથિઓમાં વિશેષ પૂજન અર્ચન સાથી શ્રીજીના દર્શન મનોરથનો લાભ લેવા તમામ વૈષ્ણવોને પધારવા પણ બેટ દેવસ્થાન સમિતિના વહિવટ દારોની યાદીમાં જણાવાયું છે.