સેલેબ્રિટીને પોતાના પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ આ બને પહેલું ધ્યાન રાખીને કોઈ પણ કામ કરવું પડતું હોય છે જોકે કોઈ પણ સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો તેને પ્રોફેશનલ તેમજ પર્સનલ લાઈફને સમાન રાખી પોતાનું જીવન જીવવું પડે છે.પરંતુ જો વાત એક બોલિવૂડ એક્ટ્રેસની થાય તો તે વધુ ચર્ચાઑમાં આવી જાય છે. તેવી જ એક વાત કરવામાં આવે તો પ્રખ્યાત સિંગર નેહા કક્કર તેની પોતાની લાઇફમાં ખૂબ જ સ્ટ્ર્ગ્લ કરીને બોલિવૂડ જગતમાં ખ્યાતિ મેળવી છે.
છેલ્લા કેટલાક સમયથી ક્વિન નેહા કક્કર અને હિમાંશ કોહલી ઘણાચર્ચામાં રહ્યા હતા પરંતુ થોડા દિવસોથી તેમના બ્રેકઅપની વાત ચર્ચામાં આવી રહી છે. તેઓ બંનેએ એક બીજાને ઇનસ્ટાગ્રામ પર અનફોલો કરીને આ વાત જાહેર કરી હતી. નેહાએ પોતાની ફિલિંગ્સઇનસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતાં ઘણું બધુ લખ્યું.
જેમાં તેણીએ લખ્યું હતું કે, “મને ખબર નથી કેદુનિયામાં ઘણા ખરાબ લોકો પણ છે. ઠીક છે.
બધું ગુમાવ્યા હોશમાં હવે આવી તો હવે શુંકરી શકાઈ ? હુંજાણું છું કે હું એક સેલિબ્રિટી છું, મારે આ બધું લખવું ના જોઈએ. પણ હું પણ એક માનસ જ છું.હું પણ મારી ફિલિંગ્સને કાબૂમાં ન રાખી શકી.મે મારૂ બધુ જ આપી દીધું પરંતુ મને જે બદલામાં મળ્યું તેને હું શેર નથી કરી શક્વાની.
આ સાથે,તેમણે આગળ લખ્યું હતું કે “હું જાણું છું કે હવે દરેક લોકો આ વિશે વાતકરવાનું શરૂ કરશે. લોકો મને ન્યાય કરશે. લોકો શું કહેશે તે હું જાણતા નથી. કેટલાકએવું કંઈક કહેશે જે મેં કર્યું ન હતું.
પરંતુ આ બધું સહન કરવાની મને આદત થઈ ચૂકી છે.નેહા ઇંડિયલ આઈડલની જજ છે અને હિમાંશ કોહલીએ તેને શો પર આવીને પ્રપોસ પણ કર્યું હતું.