કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી મયુર સેવાણી સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ

ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ-આટકોટ ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને લવજીભાઈ બાદશાહ દ્વારા પાટીદાર દિકરીઓ માટે ૨૦૦ કરોડના ખર્ચે બોન્ડનું વિતરણ કરાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, પ્રદેશભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પદ્મશ્રી મયુરભાઈ સવાણી, ‚રલ એસપી અંતરિપ સુદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

vlcsnap 2017 05 09 11h17m00s142કાર્યક્રમ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે પાટીદાર સમાજની ૧૦ હજાર દિકરીઓને ૨૦૦ કરોડના બોન્ડનું વિતરણ કરાયું છે. એવું કહેવામાં આવે છે કે દિકરી મોટી થાય એટલે મા-બાપને ચિંતા થવા લાગે છે. પરંતુ મા-બાપને પોતાની દિકરીના ઉછેરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન થાય તે માટે આજે આ કાર્યક્રમ યોજાયો છે. દિકરીઓના ભણવાથી લઈને લગ્ન સુધીની તમામ જવાબદારીઓ હવે તેમના માતા-પિતા માટે સરળ થઈ જશે. પહેલા દિકરીઓની ભ્રુણ હત્યા થતી હતી તે બંધ કરવા માટે આ એક ઝુંબેશ ચલાવવામાં આવી છે.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, બેટી બચાવો, બેટી પઢાવોના અનુસંધાને આ કાર્યક્રમની શ‚આત કરવામાં આવી છે ત્યારે હું લવજીભાઈ બાદશાહનો આભાર માનુ છું કે, તેમણે આટલું મોટુ દાન કર્યું છે.

કાર્યક્રમ વિશે લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે હું એવું ઈચ્છુ છું કે ભ્રૃણ હત્યા અટકે અને જેમના ઘરે દિકરીનો જન્મ થાય તે માતા-પિતાને જે ચિંતાઓ સતાવે છે એ ચિંતામાંથી મુકત થાય અને દિકરી ભણીગણીને આગળ વધે. તેઓ માને છે કે એક સમાન છે અને દિકરી કોઈ બાબતે પાછળ રહેવી ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.