સાંજે સંતપ્રવચન અને સાહિત્ય સંગત
આજે રાજકોટ સ્વામીનારાયણ મંદિરનો દ્વિશતાબ્દિ મહોત્સવ, પાટોત્સવ વિધિ અને મહાભિષેક વિધિ યોજાઈ: સાંજે પૂ. બ્રહ્મદર્શન સ્વામીનુંપ્રવચન અને રાજભા ગઢવીનો સાહિત્ય કાર્યક્રમ: સાંઈરામ દવે અનેસુખદેવ ધામેલીયાના હાસ્ય દરબારમાં અનેક લોકો જોડાયા: કાલે અંતિમ દિવસે ભવ્યાતિ ભવ્ય જન્મજયંતી સમારોહ
પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજનો૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે ૧૧ દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ થનાર છે. લાખો ભાવિકોએ મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રદર્શન ખંડો,લાઈટ એન્ડ સાઉન્ડ શોરૂ મહાપ્રસાદનો લ્હાવો લીધો છે. અને ધન્યતા અનુભવી છે. ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં સમીયાણો ગોઠવાયો હોય સ્વામીનારાયણનગરને શ્રધ્ધાળુઓ ઉલ્લાસભેર નિહાળી રહ્યા છે. દરરોજ સાંજે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યકમોમાં પણ ભાવિકોની હકડેઠઠ ભીડ જામતી હોય છે.
ગઈ કાલે ૩૫ પાર્ષદોનો દીક્ષા સમારોહતેમજ હાસ્ય દરબાર યોજાયો હતો. પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને સુખદેવભાઈ ધામેલીયાએ રાજકોટવાસીઓને ભરપૂર હસાવી પ્રફૂલ્લિત કરી દીધા હતા. હજારોની સંખ્યાએ આ કાર્યક્રમ માણ્યો હતો.
આ ઉપરાંત આજે રાજકોટ સ્વામી નારાયણમંદિરનો પાટોત્સવ હોય અને ભગવાનને કળશથી જલ અભિષેક કરવાનો હોય તે ૨૦૦ કળશની પૂજન વિધિ કરવામાં આવી હતી. આજે પૂ.બ્રહ્મદર્શન સ્વામીનું સંત પ્રવચન અને લોકસાહિત્ય કાર રાજભા ગઢવીનો સાહિત્યસંગત કાર્યક્રમ યોજાશે.
કાલે પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિ હોય ભવ્યા તિભવ્ય મહોત્સવ યોજાનાર છે. જેનું આસ્થા ચેનલ પર દૂનિયાભરમાં લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
લાઈવ ટેલીકાસ્ટથી દેશ-વિદેશના આશરે બે લાખ લોકો આ મહોત્સવ નિહાળી ધન્ય થશે. લાઈવ ટેલીકાસ્ટમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કવન તેમજ તેમના અનેક સેવાકામોની વિડિયો કિલપ દર્શાવવામાં આવશે. આવતીકાલે મહોત્સવનો અંતિમ દિવસતેમજ શનિ-રવિ રજાનો માહોલ હોય લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
આજે રાજકોટ સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ: ભગવાનને જલાભિષેક
આજે રાજકોટ-સ્વામીનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય તે નિમિતે યોજાનાર પાટોત્સવમાં ભગવાનને જલઅભિષેક કરવામાં આવ્યો છે. દેશની તમામ નદીઓનાં જળથીતેમજ ૨૦૦ કળશ થકી જળ અભિષેક કરાયો છે. આ ઉપરાંત સવારે સોળશોપ ચાર પૂજાવિધિ યોજાઈ હતી ૧૦ વર્ષ પહેલા નિલકંઠવર્ણી મંડપનું નવીનીકરણ કર્યું જે અંતર્ગતઆજે મંડપની પૂન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
કાલે અંતિમ દિવસે સ્વામીનારાયણનગર સવારે ૬ થી ૧ નિહાળી શકાશે: સાંજે જન્મજયંતિ મહોત્સવ
પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવના અંતિમ દિવસે કાલે ભાવિકો સ્વામીનારાયણ નગર સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી નિહાળી શકશે તેમજ સાંજે ૫થી ૮ દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ જેમાં પ્રમુખ સ્વામીનું જીવન કવન તેમજ અનેક વિધ સેવા કાર્યોની વિડિયો કિલપ રજૂ થશે. જેનું દેશ વિદેશમાં લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.