આજ રોજ ગાંધીનગર ખાતે ખાદ્યખોરાક ૨૦૧૮ નું આજથી ૧૭ ડિસેમ્બર સુધી એક્ઝિબિશન નું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ ઉદ્યોગ ભવન પાસે કરવામાં આવ્યું છે.
જેમાં ખાદ્ય ઉત્પાદક ટ્રેડર્સ સપ્લાયર્સ એક્સપોર્ટર ઇમ્પોર્ટર તેમજ ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ માટે ઉપયોગી એવી નવી પ્રોડક્ટ્સ તેમજ મશીનરી ને લગતા વિવિધ પ્રકારના સ્ટોલ્સ આવેલા છે.
જેનો મોટી સંખ્યામાં લોકો લાભ રહ્યા છે આ એક્ઝિબિશન નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના હસ્તે કરાયું હતું અને એક્ઝિબિશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, બેકરી, મીઠાઈ, ફરસાણ, ડેરી, આઈસ્ક્રીમ, બેવરેજીસ, સોડા, નમકીન, ગૃહઉદ્યોગ, આયુર્વેદ, પેકેજીંગ, રેફ્રીજેશન ની વિવિધ અત્યંત આધુનિક મશીનરી સંપૂર્ણ પ્લાન્ટ અને ફૂડ પ્રોડક્ટ્સ વગેરે ને લગતી વિવિધ વેરાયટી આ એક્ઝિબિશન માં જોવા મળી રહ્યું છે
જેનો વિવિધ નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગકારો મુલાકાત લઈ રહ્યા છે.