ધારાડુંગરીમાં ૫ લાખની ખંડણી ન આપતા સાતશખ્સોએ માર માર્યો: ધારિયા,પાઇપ ને કુહાડીથી હુમલો કરતાં યુવાન ઘવાયો
સુરેન્દ્રનગર જીલ્લા મા કાયદો વ્યવસ્થા ખૂબ ખાથળી બની છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટેકાલે સુરેન્દ્રનગર જીલ્લા ની આંતરિક બદલી કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખંડણી ખોરો બેફામ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા ૨સપ્તાહ મા ખંડણીના તન થી વધુ બનાવો સુરેન્દ્રનગર જિલ્લા મા બન્યા છે.સુરેન્દ્રનગરના જોરાવરનગર અને થાન બાદ સાયલા મા ખંડણી માગતા ના પડતાં ખંડણી ખોરો દવારા હુમલોકરવામા આવિયો હતો.
સાયલાના ધારાડુંગરી ગામમાં રૂપિયા ૫લાખની ખંડણી ન આપતા સાત શખ્સોએ એક યુવાનને ધારિયા, પાઇપ અને કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવાયો છે.
સાયલાના ધારાડુંગરી ગામે રહેતા અને ખેતમજૂરી કરતા રાયમલભાઇ ભુપતભાઇ ઉગરેજા તેમના મિત્ર સાથે સાપર તરફના મેદાનમાં ક્રિક્રેટ રમતા હતા. તે સમયે જાદવભાઇ હાથમાં ધારીયુ અને હરેશભાઇ કુહાડી લઇને આવતા ગભરાયેલા રાયમલભાઇએ નાસી જવાની કોશિશ કરી હતી. આ સમયે જાદવભાઇએ ડાબા પગે ધારીયાનોઘા કરતા રાયમલભાઇ પડી ગયા હતા. આ સમયે બાઇક લઇને આવેલા કાળુભાઇ મગનભાઇ સહિત ત્રણશખ્સોએ પાઇપ, કુહાડી લઇને શરીરના ભાગે મારતા રાયમલભાઇને ગંભીર ઇજા થતા શખ્સો નાસી ગયા હતા.
આ બાબતે પરિવાર જનો ને જાણ થતારાઈમલ ભાઈ ને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ માં ખસેડવા મા આવીયા હતા.
જણાવ્યા અનુસાર હુમલાખોરો દવારા પાંચ લાખ રૂપિયા ની ખંડણી માંગી હતી ત્યારે આ રકમ ચૂકવવા જાદવ ભાઈ દવારા સાંજ સુધી મા હાથ પગ ભાગી નાખવા ની ધમકી આપી હતી ત્યારે સાયલા પોલીસ દવારા સાત શકશો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.