બોલીવૂડ જગતમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર જે ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને હિન્દી સિનેમાના નિર્દેશક હતા તેઓએ ૯ ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. ભારત સરકારે ૧૯૭૧માં તેમણે પદ્મ ભૂષણ અને 1987માં ભારતીયસિનેમા પ્રત્યેના તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અગિયાર વર્ષની વયે, તેઓ ફિલ્મોમાં પ્રથમ વાર 1935ની ફિલ્મ ઇન્કલાબ માં દેખાયા. 14 ડિસેમ્બર એટલે કે આજ રોજ તેમનો જન્મદિવસ છે.
તેઓએ પિતા પૃથ્વી કપૂરની કંપનીમાં બેકસ્ટેજ મનેજર તરીકે પણ પહેલા કામ કર્યું હતું. ૧૯૪૭માં તેમની ફિલ્મ નીલ કમલએ ખૂબ જ ધૂમ મચાવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કંપની શરૂ કરવાનું વિચાર્યું એટલેકે આઝાદી પછી ૧૯૪૮માં તેમણે આર.કે. સ્ટુડિયો ખોલ્યું હતું.
૧૯૪૬માં તેમના લગ્ન તેમનાપિતાએ ક્રિષ્ના મલ્હોત્રા સાથે કરાવ્યા. તેમના લગ્ન બાદ પણ તેમના ઘણા અફ્રેસ જોવા મળ્યાજેમકે નર્ગિસ સાથે તેમનો અફેર લગ્ન બાદ પણ ૭ વર્ષ સુધી હતું ત્યારબાદ જ્યારે ક્રિષ્નાકપૂર , રાજ કપૂર અને નર્ગિસ એક પાર્ટીમાં મળ્યા ત્યારેતેને ક્રિષ્ના કપૂરને આ વાતની માફી માંગી.
અને નર્ગિસ ત્યારબાદ પોતાના જીવનમાં આગળવધવા માંગતી હતી.ત્યારબાદ તેને સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા. રાજ કપૂરના આમ તો ઘણા અફ્રેસચર્ચિત રહ્યા છે જેમકે પદ્મિની, વય્જંતિમાલા , જીનતઅમન જોડે વિગતો અનુસાર તો વય્જંતિમાલા અને રાજ કપૂરએ છૂપી રીતે લગ્ન કર્યાહોય તેવું જાણવામાં આવ્યું હતું ત્યારબાદ વય્જંતિમાલાએ તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુહતું કે તે માત્ર ફિલ્મના પ્રમોશન માટે જ હતું….
જો વાત તેના ફિલ્મ સ્ટુડિયોવિષે કરવામાં આવે તો ૧૯૪૮માં રાજ કપૂરએ મુંબઈમાં પોતાનો સ્ટુડિયો બનાવ્યો જેમાં રાજકપૂરથી લઈને શાહરુખ ખાન સુધીના બધા જ ફિલ્મ સ્ટારએ પોતાની ફીમનું શૂટિંગ કર્યું છે.રાજ કપૂર નિર્દેશિત પ્રથમ ફિલ્મ આગ જેમાં નર્ગિસ અને રાજ બને સાથે જોવા મળ્યા હતા જેફિલ્મને લોકોના દિલમાં સ્થાનના બનાવી શકી ત્યારબાદ ત્યારબાદ તેની બીજી ફિલ્મ એટલે કે“બરસાત” આ ફિલ્મમાં રાજ કપૂર અભિનેતા, નિર્માતા અને નિર્દેશકની ભૂમિકા ભજવી તે ફિલ્મ સુપરહિત ફિલ્મબની ચૂકી હતી ત્યારબાદ તેને પોતાની કંપની આર. કે નો સિમ્બોલ પણ તેની મૂવી બરસાતનો જએક સીન રાખ્યો ત્યારબાદ તેને તેના આ સ્ટુડિયોમાં ઘણી ફિલ્મો જેમકે આવારા, સંગમ, બોબી, હિના, સત્યમ શિવમ,મેરા નામ જોકર, બુટ પોલીસ વગેરે જેવી સુપરહિટ ફિલ્મો બનાવી,૧૯૮૮માંફિલ્મ હિનાની શૂટિંગ દરમિયાન તેમનું મૃત્યુ થયું રાજ કપૂરના મૃત્યુ પછી તેમના દીકરાએઆ મૂવીને પૂર્ણ કર્યું, ત્યારબાદ આર. કે સ્ટુડિયોનું ધીમે ધીમેમહત્વ ઓછું થતું ગયું કેટલાક ટીવી શો અને ફિલ્મોના માત્ર થોડાક સીન જ ત્યાં બનવા લાગ્યા.નુકસાન થતું હતું પરંતુ ઋષિ કપૂર અને રણધીર કપૂર બને આ સ્ટુડિયો ચલવતા હતા સપ્ટેમ્બર૨૦૧૭માં આર કે સ્ટુડિયોમાં આગ લાગી.
ત્યારબાદ કપૂર પરિવારએ આ સ્ટુડિયો વેચવા માટે જાહેરકર્યો છે. કદાચ સ્ટુડિયો તો વેચાય જશે પરંતુ લોકોના દિલમાંથી આર કે સ્ટુડિયોનું સ્થાનઅને માન કયારે પણ ઓછું નહિ થાય…