જરા વિચારીને જુઓ કે તમારો ફેવરેટ સિંગર Justin Bieber તમારા ફેવરેટ ચેટ શો કૉફી વિથ કરણમાં જોવા મળે તો શું થાય? આ ખબર સાંભળીને જ તમે ખુશ થઇ ગયાને. તો તમને જણાવી દઈએ કે, આ મજા તમને હકીકતમાં મળશે. જી હાં, ગ્રેમી પુરસ્કાર વિજેતા Justin Bieber બહુ જલ્દી કરણ જોહરનાં શો ‘કૉફી વિથ કરણ’ માં નજર આવી શકે છે. બીબર પોતાના ‘જસ્ટિન બીબર પર્પસ ટૂર’ હેઠળ ફર્સ્ટ ટાઇમ ભારત આવવાના છે. આ શો બુધવારે મુંબઈમાં ઓર્ગેનાઈઝ થવાનો છે. જો બધું આયોજન પ્રમાણે થશે તો કરણ જોહર પોતાના શોમાં બીબર સાથે વાત કરતા નજર આવશે. ઉલ્લેખનીય છે કે, ‘કૉફી વિથ કરણ’ નાં પાંચ સીઝન પૂરા થઇ ગયા છે. તે બીબરની સાથે છઠ્ઠી સીઝનની શરૂઆત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે ભારતીય શૈલીનાં ચેટ શોમાં બીબર જેવા આંતરરાષ્ટ્રીય હસ્તી જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબરની ટીમ મુંબઈ પહોચી ચૂકી છે પરંતુ જસ્ટિન હજુ આવ્યો નથી. જસ્ટિનનાં પરફોર્મન્સ માટે આ શહેર વધારે ઉત્સાહિત છે. ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો.
વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે. આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.