સમરસ અને એકટીવ પેનલના હોદેદારોએ વાજતે-ગાજતે ફોર્મ ભર્યા: બે મહિલા સહિત નવ ઉમેદવારોએ કારોબારીમાં ઉમેદવારી નોંધાવીરાજકોટ
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીનાપડઘમ વાગતા હોદેદારોમાં અને કારોબારીમાં ચુંટણી લડવા માગતા મુરતિયાઓમાં થનગનાટ જોવામળ્યો છે. તા.૨૧ ડિસેમ્બરનારોજ યોજાનાર ચુંટણી અંતર્ગત સમરસ અને એકટીવ પેનલ દ્વારા આજે પ્રમુખ સહિત ૬ હોદાઓ માટે શુભમુહૂર્તમાં વાજતે-ગાજતે ફોર્મ ટેકેદારો સાથે રજુ કર્યા હતા.તેમજ બે મહિલા સહિત ૯ એડવોકેટોએ કારોબારીમાં નશીબ અજમાવ્યું છે.
વધુમાં રાજકોટ બાર એસોસીએશનનાપ્રમુખ અને છ હોદેદારો તથા મહિલા સહિત ૧૦ કારોબારી સભ્યોની તા.૨૧ને શુક્રવારના રોજ ચુંટણી યોજાવાની છે.‘વન બાર વનવોટ’ મુજબ યોજાનાર ચુંટણીની મતદાર યાદી પ્રસિઘ્ધ બાદઆજથી બે દિવસ ફોર્મ ભરાશે અને તા.૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન ફોર્મપરત ખેંચાશે અને તા.૧૭મીએ આખરી યાદી જાહેર કરાશે. તા.૨૧ને ડિસેમ્બરને શુક્રવારે સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતેબાર રૂમમાં સવાર ૯ થી ૩ કલાક સુધી મતદાન યોજાશે અને બાદ મતગણતરી હાથધરાશે.
સિનિયર-જુનિયર વકિલો દ્વારા પોતપોતાની પેનલો મેદાનમાં ઉતારી છે. જેમાં સિનિયર એડવોકેટોના આશીર્વાદથી સમરસ પેનલ મેદાનમાંછે. જેમાં પ્રમુખ તરીકે એસ.કે.વોરા, ઉપપ્રમુખ રાજેશ મહેતા, મંત્રીપરેશ મારૂ, સહમંત્રી નિલેશ પટેલ, ખજાનચી અમિત ભગત અને લાયબ્રેરી મંત્રી જે.એફ.રાણા જયારે જુનિયર એડવોકેટો દ્વારા એકટીવ પેનલ મેદાનમાં ઉતારવામાં આવી છે.જેમાં બારના ઉપપ્રમુખ બકુલ રાજાણી પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે સિઘ્ધરાજસિંહ જાડેજા, મંત્રી તરીકે જીજ્ઞેશજોશી, સહમંત્રી વિકાસ શેઠ અને ટ્રેઝરર તરીકે મિહિર દવેએ શુભમુહૂર્તમાં વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.
ઉપરાંત મહિલા સહિત ૯ કારોબારીસભ્યો માટે બે મહિલા જેમાં રેખાબેન પટેલ, હર્ષાબેન પંડયા જયારે અન્ય કારોબારી બેઠક માટે સંજય પંડયા, મુકેશ ભટ્ટી, રાજેશ ચાવડા, જીજ્ઞેશસભાડ, મોહસીન ઉનડ, તુષાર દવે, વિવેક ધનેશાએ ફોર્મ ભર્યા છે. સોમવારે ચિત્ર સ્પષ્ટ થશેબાદ ચુંટણી પ્રચાર હાથ ધરવામાં આવશે. તેમજ લાઈબ્રેરી સેક્રેટરીમાંએક જ ફોર્મ આવતા સિનિયરો દ્વારા બિનહરીફના પ્રયત્નો ચાલી રહ્યા છે.