‘૨૮૧ એન્ડ બીયોન્ડ’ સારા-નરસા તમામ પ્રસંગોની ગાંગુલીની ઝાંખી દર્શાવતી આત્મકથાનું વિમોચનનવીદિલ્હી
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યું કે, ૨૦૦૧માં ઈડનગાર્ડનમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝમાં વી.વી.એસ. લક્ષ્મણની ૨૮૧ રનની પારીએ તેની કેપ્ટનશીપ બચાવી લીધી. ગાંગુલીએ લક્ષ્મણની આત્મકથા ૨૮૧ એન્ડ બીયોન્ડ પુસ્તકના વિમોચન ઉપર કહ્યુંહતું કે, લક્ષ્મણની બીજી ઈનીંગમાં રમાયેલી મેરેથોને કેપ્ટનના સ્વરૂપમાં તેની ખુબજ મદદ કરી છે.
ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે, પુસ્તકનું ટાઈટલ ૨૮૧ એન્ડ બીયોન્ડ એન્ડ સેવડ ગાંગુલી કેરીયર હોવું જોઈએ. તેમણે કહ્યું કે, જો તેમણે ૨૮૧નો સ્કોર ન કર્યો હોત તો તેઓ મેચ હારી ચૂકયા હોત. લક્ષ્મણે કહ્યું હતું કે, છેલ્લે મને વિશ્વાસ થઈ ગયોહતો કે, ભારતીય ટીમ જીતની ખુબજ નજીક છે. ઈડનગાર્ડનની એ જીતે માત્ર ભારતીય ક્રિકેટની મદદ જ નથી કરી આ ઉપરાંત તે સમયગાળાએ અમને કેટલુક જીવનલક્ષી માર્ગદર્શન આપ્યું છે. કે કયારેય પણ હાર માનવી ન જોઈએ. લક્ષ્મણે કહ્યું કે, ૨૦૧૩ના વર્લ્ડકપની ટીમની સિલેકશનથી આઉટ થયા બાદ તેમણે દ્રઢ નિશ્ચય લીધો હતો કે, હવે તો ક્રિકેટમાં ઉત્તમ કારકિર્દી બનાવીને જ રાહતનો શ્વાસ લેવો છે તે સમયગાળોમારા કેરીયર માટે ખૂબજ ખરાબ રહ્યો હતો. પરંતુ એ પરિસ્થિતિમાં હું ઘણું જ શીખ્યો.