સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેકની જહેમત ફળી
દ્વારકાના સાત ગ્રામીણ માર્ગોનું ૩૯૨ લાખના ખર્ચે રીસફેસીંગ થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ખાસ કરીનેકલ્યાણપૂર તેમજ દ્વારકા તાલુકાના જર્જરીત તથા બિસ્માર હાલતનાં રોડ રસ્તાઓની દુરસ્તીમાટે રાજયના માર્ગ અને મકાન વિભાગને સ્થાનીય સાંસદ પુનમબેન માડમ તેમજ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વખતોવખત રજૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને સંબંધીત મંત્રાલયના મંત્રી તથા રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તેમજ દ્વારકા તાલુકાના અલગ અલગ પ્રકારનાં રૂપીયા ઓગણીસ કરોડ સડસઠ લાખના રોડ રસ્તાના કામોને મંજૂરી મળી છે. સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા મારેકના પ્રયત્નોથી જિલ્લાનાં ગ્રામીણ બિસ્માર રોડ રસ્તના નવીનીકરણના કામો ટુંક સમમાં શરૂ થનાર છે.
દ્વારકા તાલુકાના સાત ગ્રામીણ માર્ગોનું રૂ. ૩૯૨ લાખના ખર્ચે ૭વર્ષે રીસર્ફેસીંગ વર્ક કરવામાં આવનાર છે. જેમાં સ્ટેટ હાઈવેથીધોળા મુળવાસર નાના ભાવા મુળવાસર અણીયારી ખતુંભા રોડ માટે રૂપીયા ૨૩૫ લાખ, કલ્યાણપૂર બાટીસા લાલસીંગપરમોજપ રોડ માટે રૂ.૨૭ લાખ, ગોરીજાથી સ્ટેટ હાઈવે સુદીનો ગ્રામ્ય માર્ગ રૂ.૩૦ લાખ બરડીયા વાચ્છુ રોડ રૂ.૨૧ લાખ, કલ્યાણપૂરથી સ્ટેટહાઈવે સુધીના માર્ગ માટે રૂ.૨૬ લાખ, ધ્રાસણવેલથી કલ્યાણપૂર રોડ માટે રૂ. ૩૩ લાખ તેમજ બરડીયા ચંદ્રભાગા રોડમાટે રૂ. વીસ લાખ મળી કુલ રૂ. ૩૯૨ લાખના કામો મજૂર કરાયા છે. કલ્યાણપૂર તાલુકાના ગોરાણાથી સ્ટેટ હાઈવે સુધીનાં રસ્તાના માર્ગને રૂ.૧૦૫ લાખના ખર્ચે રસ્તા પહોળા કરવાની કામગીરી થશે. આ ઉપરાંત કલ્યાણપૂર તાલુકામાં જ પ્રેમસર એપ્રોચ રોડથી સ્ટેટ હાઈવે વચ્ચે તેમજ બતડીયાથી સ્ટેટ હાઈવે રોડવચ્ચે ૨૨૦ લાખના ખર્ચે ક્રોઝ વે પુલ નિર્માણની કામગીરી પણ કરવામાં આવશે.