રાજયની ૧૪ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ચોંકાવનારો ખુલાસોઅમદાવાદ
કેટલીક શાળાઓમાં વિદ્યાલયનાનામે ડામાડોળ શિક્ષણ ચાલતું હોય છે. આ પ્રકારની લાલીયાવાડી કરનારી શાળાઓને બાનમાં લેવા શિક્ષણ વિભાગે શાળાઓમાં ચેકિંગ કરતા માલુમ પડયું કે ૧૪ શાળાઓ એવી છે કે જેમાં કલાસમાં ૧૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા દર્શાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિક તપાસ દરમ્યાન કોઈપણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. બનાસકાંઠાની ૩૬ શાળાઓમાં શિક્ષણ વિભાગના કલાસ વનઅને કલાસ ટુના અધિકારીઓએ દરોડા પાડયા હતા. જેમાંથી ૧૪ સ્કુલોમાં વિદ્યાર્થીઓની હાજરીને લઈ કેટલાક ગોટાળા હોવાનું ખુલ્યું હતું. ઓનલાઈન રિપોર્ટ મુજબ દિશાની જમનબાઈ પ્રાથમિક શાળામાં દર્શાવાયું હતું કે,સ્કૂલમાં દિવસના ૧૭૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પરંતુ વિસ્તૃત તપાસબાદ માલુમ પડયું કે એક પણ વિદ્યાર્થી હાજર જ ન હતો, તો ઓનલાઈન દર્શાવાતા વિદ્યાર્થીઓ ભુતીયા (કાલ્પનીક) નીકળા. તેવી જ રીતે ભાભરની ભદુપુરા પ્રાથમિક શાળામાંએક દિવસના ૧૪૧ વિદ્યાર્થીઓની હાજરી દર્શાવાઈ પરંતુ હકિકતમાં તો બાળકો આવ્યા જ ન હતા.અમીરગઢ તાલુકાની ઈલાબાગ પ્રાથમિક શાળામાં ૨૫૬ વિદ્યાર્થીઓની હાજરી દર્શાવાઈજેમાં માત્ર ૧૬૫ વિદ્યાર્થીઓના વાસ્તવિક રીતે હાજર હતા અને આજ પ્રકારે વાવની રાઠોડવસ પ્રાથમિક શાળાનું ખુલ્યું હતું.
શિક્ષણ સેક્રેટરી વિનોદરાવે કહ્યું હતું કે, શાળાના હેડને લાપરવાહી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ૧૪ શાળાઓના ફરજ હાજરી નોંધણી અંગે કડક પગલા લેવામાં આવશે. તાજેતરમાં જ સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા અંગેની અમલવારી કરી છે. જેનોફાયદો છે કે શાળાના વિદ્યાર્થીઓની હાજરીનો ચોકકસ આંકડો જાણી શકાય છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજયના તમામ જિલ્લાની શાળાઓમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની હાજરીની વિગતો અંગેચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કેટલીક સરકારી શાળાઓના શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓની હાજરીની ગુણવતાના પરીણામો ખુબ જ નબળા સામે આવ્યા હતા પરંતુ ચકાસણી બાદ વાસ્તવિકતાનીજાણ થવી પણ ઉપયોગી બનશે. કારણકે હવે આ પરિસ્થિતિને સુધારવા માટેનાયોગ્ય નિર્ણયો લઈ શકાશે.