સફળતાપૂર્વક એક વર્ષના પોતાના કાર્યકાળની ઝાંખી પ્રજા સમક્ષ મુકવા મુખ્યમંત્રીએ કરી કમીટીની રચના

વર્ષગાંઠમાં ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે ગાંધીનગર

ગુજરાત રાજયના મુખ્યમંત્રી પદપર વિજયભાઈ રૂપાણીએ પોતાનો બીજો કાર્યકાળ ડિસેમ્બર ૨૬-૨૦૧૭થી શરૂ કર્યો હતો. જેની પ્રથમ વર્ષગાંઠ પૂર્ણ થતાં પહેલા રૂપાણી સરકાર પોતાના વિજય ઉત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવા કમર કસી છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ડિસેમ્બર ૨૫ થી ઉજવણીની શરૂઆત કરશે. જેને લઈ મુખ્યમંત્રીએ કમીટીની પણ રચના કરી હતીજેમાં કમીટીના અધ્યક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની નિમણૂંક કરવામાં આવી હતી. સાથો સાથ મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ તથા અશ્વિની કુમાર, ઈન્ફોર્મેશન બ્રોડકાસ્ટીંગના સચિવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તેઓ ઉજવણીમાં પબ્લિસિટી પ્લાનનું નિર્માણ કરશે જેથી પોતાના એક વર્ષના કાર્યકાળમાં રૂપાણી સરકાર દ્વારા લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયોને પણ પ્રસ્તુત કરશે અને ગુજરાતની જનતા સમક્ષ મુકશે.

તમામ સચિવોને સુચના પણ આપવામાંઆવી હતી કે, ગુજરાત સરકાર દ્વારા જે કોઈ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવામાં છે. કોઈપણ ક્ષેત્રમાં તેનું લીસ્ટ બનાવવામાં આવે જેથી તેને પ્રજા સમક્ષ મુકી શકાય અને પ્રજાનો ભરોસો જીતી શકાય. સાથો સાથ ગુજરાત સરકારે જિલ્લા તંત્રને પણ ગુજરાત સરકારની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા માટે સુચન કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવેતો સૌની યોજના ખુબજ પ્રભાવશાળી નિવડી હતી જેથી જે સૌરાષ્ટ્ર માટેના જે જળ સ્ત્રોતો હોય તેમાં પાણી ભરી લોકોને જે પાણી પ્રશ્ને હાલાકી ભોગવવી પડતી હતી તેનો પણ તેઓએઉકેલ લાવ્યો હતો.

રૂપાણી સરકારની જો ઉપલબ્ધિની વાત કરીએ તો હાલમાં જ ઉદ્યોગો માટે જે ઈન્સેન્ટીવ અને એકજેમશનની જે જાહેરાત કરી છે જે કાબીલે તારીફ ગણવામાં આવી છે. આ યોજનાથી ૧૨ લાખ જેટલી નવી નોકરીની તકો ઉભી થશે અને જે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું તેનું પણ નિરાકરણ કરવામાં આવશે. સાથો સાથ ગુજરાતમાં ડાય મેન્યુફેકચરીંગ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે જીપીસીબીનું કલીયરન્સ સર્ટીફીકેટ જે ૩ થી ૬ મહિના જેટલો સમય લાગતો હતોતે હવે માત્ર ૧૫ દિવસમાં જ મળી જશે તે યોજના પણ મહત્વની માનવામાં આવી રહી છે.આથી કહી શકાય કે, આ વર્ષગાંઠમાં ગુજરાત સરકારનીઉપલબ્ધિઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતા માટે ખુબજ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.