ટોઈલેટ સંકુલમાં ફૂલછોડનો ઉછેર, સ્વચ્છતા, જળ સંચય વ્યવસ્થા સહિતની કામગીરીની સમિક્ષા કરાઈ
મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારનાં ” સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કામગીરી અને ઝુંબેશો હા ધરવામાં આવતી રહે છે. જેમાં જનજાગૃતિ અભિયાન ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે અને તેમાં ક્રમશ: સારો જનસહયોગ પ્રાપ્ત ઇ રહયો છે. સૌના સા સહકારનાં માધ્યમી નાગરિકોને વધુ ને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મહાનગરપાલિકાને પણ સાનુકૂળતા રહે છે. મહાનગરપાલિકા પણ લોકોને વધુ ને વધુ સારી ગુણવત્તાવાળી સેવાઓ આપી શકે તેનાં પર ભાર મુકી તંત્રએ શહેરના પસંદગીનાં ૧૮ જાહેર ટોઇલેટને મોડર્ન બનાવવાનો નિર્ણય કર્યો હતો અને આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે તા. ૧૨નાં રોજ આ ૧૮ મોડર્ન ટોઇલેટની મુલાકાત લઇ ત્યાં લોકોને અપાતી સેવાઓ-સુવિધાઓની સમીક્ષા પણ કરી હતી.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ મુલાકાત અંગે વાત કરતા કહ્યું હતું કે, સ્વાભાવિક રીતે જાહેર ટોઇલેટ જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત વાનો સંદેશ આપનાર સ્ળ બની રહે તે ઇચ્છનીય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટ બનાવવામાં આવેલ છે અને તે પૈકી ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન સ્વરૂપ આપવામાં આવેલ છે.
મ્યુનિ. કમિશનરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન બનાવવાનું નક્કી કરવામાં આવેલ તેમાં ફર્શ અને દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક રાખવા ઉપરાંત ટોઇલેટ સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્તિ ઉછેર અને તેની જાળવણી, એર ફ્રેશનરનો ઉપયોગ, અને હા ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર અને હા સુકવવા માટે હેન્ડ ડ્રાયર અને પેપર નેપકીનની સુવિધા, નહાવાની સુવિધા, બાળકો માટે ઓછી ઊંચાઈના ટોઇલેટ અને વોશ બેશીન, વિમેન્સ ટોઇલેટ કેમ્પસમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશિન અને તેના યોગ્ય નિકાલ માટે પણ સુવિધા, ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ ઇ શકે તેવી જળસંચય ફેસિલિટી, નવી રેવન્યુ ઉભી કરવા માટે યોગ્ય સ્પેસનો ઉપયોગ, તેમજ જે તે પબ્લિક ટોઇલેટ પોતાના કેમ્પસમાંી જ નવી રેવન્યુ ઉભી કરી પોતાનું સંચાલન અને જાળવણી કરી શકે તે રીતે તેને સેલ્ફ સસ્ટેઈન્ડ બનાવવા પ્રયાસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પાણી બચાવવા તેમજ વોટર રિયુઝ ટેકનોલોજીનો ઉપયોગ જેવી વધારાની સુવિધાઓ પણ આપવા અંગે તંત્ર આગળ ધપી રહયું છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે ૧૮ મોડર્ન ટોઇલેટની મુલાકાત લીધી તેમાં રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે તેમજ ગેલેક્સી સિનેમા સામે આવેલ પબ્લિક ટોઇલેટ ઉપરાંત ફ્ન વર્લ્ડ પાસે રેસકોર્સ મેદાનની અન્ડર આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ જ્યુબિલી ગાર્ડન સામેલ શાી મેદાન પાસે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવેલ ટોઇલેટ તેમજ ૮૦ ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ, કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે તા પ્રેમ મંદિર પાસે, નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે, મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક, કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોક, આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે, કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે, રેલ્વે સ્ટેશન રોડ, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે અને રેસકોર્સની અંદર આર્ટ ગેલેરી પાસે આવેલ પબ્લિક ટોઇલેટનો સમાવેશ કરવામાં આવેલ છે.